વિચારોમાં તારા હું સહેજેય ખોવાયો નથી દુશ્મન આવી પ્રેમાળ હોય
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-27 13:24:28
- Views : 1835
- Modified Date : 2019-11-27 13:24:28
તે આજે જાણ્યુંશહેરના મધ્યભાગમાં આવેલી કોલેજની બહાર વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી રહી છે. નાસ્તાની લારીઓ પર કોલેજીયનો મસ્તીમાં મસ્ત છે. તો બીજી બાજુ નજીકના દિવસોમાં જ કોલેજનું એન્યુઅલ ફંકશન હોવાથી દીપેન અને ખુશી સહીતના વિદ્યાર્થીઓ સાથે મળી તૈયારી કરી રહ્યા છે. પોતાનું જ પર્ફોમન્સ એન્યુઅલ ફંકશનમાં સર્વશ્રેષ્ઠ હશે એ વાત પર દીપેન અને ખુશી વચ્ચે બોલાચાલી થાય છે. સામાન્ય લાગતી આ બોલાચાલી વિકરાળ સ્વરૂપ લેશે તેનો કોઈને અંદાજ ન હતો પરંતુ દીપેન અને ખુશી દ્વારા પોતાના અલગ ગ્રુપ બનાવીને પર્ફોમન્સ રજુ કરવાનું નક્કી કરવામાં આવે છે. પ્રથમ મિત્રતાના નાતે દીપેનનો સાથ આપે છે જ્યારે અલકા ખુશીની ખુશી માટે તેના ગ્રુપમાં જોડાય છે. ખુશી પ્રથમને વિરોધી ગ્રુપનો માનીને દુશ્મન હોય તેમ વર્તન કરે છે. પ્રથમ ખુશીને સમજાવે છે કે આપણે કોલેજના સૌ મિત્રો છીએ અને સાથે મળીને કાર્યક્રમની તૈયારી કરવી જોઈએ પરંતુ ખુશી ગુસ્સામાં પ્રથમને કહે છે કે તું મારો દુશ્મન છે અને દુશ્મનની એક પણ વાત અમારું ગ્રુપ માનશે નહીં. પ્રથમે કહ્યું કે વાત દુશ્મનની નથી આપણા કોલેજમાં બે ગ્રુપ પડે તે ભવિષ્ય માટે મને સારું નથી લાગતુ. ભવિષ્યની ચિંતા તો ડફોળ વિદ્યાર્થીઓને હોય પરંતુ અમે તો અવ્વલ આવવાના છીએ તેમ ખુશી એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. આ સાંભળીને પ્રથમે પણ કહ્યું કે જોઈએ હવે કોના માં છે કેટલો દમ.કોલેજમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી દુશ્મનાવટ ક્લાસરૂમમાં પણ જોવા મળી રહી છે. ખુશી હવે દીપેનના બદલે પ્રથમને તેનો દુશ્મન માનવા લાગે છે અને ક્લાસરૂમમાં પ્રથમને નીચું જોવું પડે એ પ્રમાણેના સતત પ્રયત્નો કર્યા કરે છે. ખુશી ઉગ્ર સ્વભાવની છે જ્યારે પ્રથમ થોડો શાંત છતાં મક્કમ નિર્ણય શક્તિવાળો છે. ખુશીનું આવું વર્તન પ્રથમને સહેજ પણ ગમતું નથી પરંતુ પ્રથમ ખુશીનું માનસ પરિવર્તન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. પ્રથમ માને છે કે ખુશીનું વ્યક્તિત્વ ખરાબ નથી પરંતુ તે ઉગ્ર સ્વભાવની હોવાના કારણે ઘણી વખત ગુસ્સામાં આવીને કોઈપણ નિર્ણય કરી લે છે અને તે નિર્ણય સાચો છે કે ખોટો તેની પરવાહ કરતી નથી. કોલેજ કેમ્પસમાં ખુશી જ્યારે તેની સહેલીઓ સાથે બેઠી હોય છે ત્યારે પ્રથમ તેની પાસે આવીને વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ખુશી સૌની હાજરીમાં પ્રથમને અપમાનિત કરે છે. આ સમયે પ્રથમ અપમાનનો કડવો ઘૂંટ પી જાય છે અને શાંતિથી ત્યાં જ ઉભો રહે છે અને ખુશીને કહે છે કે ખુશી અત્યારે તું ખુબ જ ગુસ્સામાં છે પરંતુ તું રાત્રે સુતા પહેલા ફક્ત એક વખત શાંતિથી પરમેશ્વરને સાક્ષી રાખી તારા મનને પૂછજે કે, શું તું કોલેજમાં આ રીતે દુશ્મનાવટ ભર્યું વર્તન કરી રહી છું તે કેટલુ યોગ્ય છે? આટલું કહી પ્રથમ ત્યાંથી રવાના થઈ જાય છે. પરંતુ ખુશી તેની સહેલીઓ સાથે મસ્તીમાં જ વ્યસ્ત રહે છે. ખુશી ક્યારે પોતાના ઘરે જાય છે અને પથારીમાં સુવાની તૈયારી કરે છે ત્યારે અચાનક જ તેને પ્રથમના શબ્દો યાદ આવે છે અને તે જ્યારે તેના મનને પૂછે છે ત્યારે તેને જવાબ મળે છે કે તે જે કરી રહી છે તે ખોટું કરી રહી છે અને બીજા દિવસે કોલેજ જઈને પ્રથમ સહિત દુશ્મન માનતા બધા જ વિદ્યાર્થીઓ સાથે દોસ્તી કરવાનું મનોમન નક્કી કરે છે. પરંતુ જ્યારે ખુશી કોલેજ પહોંચે છે ત્યારે દીપેન સહિત પ્રથમના મિત્રો કોઇ પણ ભોગે સમાધાન ન કરવા માટે મક્કમ રહે છે. દીપેન સાથેની મૈત્રી નિભાવવા માટે પ્રથમ પણ તેનો સાથ આપવા મજબૂર છે. ફરીથી ખુશીને ગુસ્સો આવે છે અને તે હરીફ ગ્રુપને હરાવવા માટેની ચેલેન્જ આપે છે અને એન્યુઅલ ફંકશનની તૈયારીમાં લાગી જાય છે. તો આ બાજુ પ્રથમ અને દીપેનનું ગ્રુપ પણ જબરજસ્ત તૈયારી કરીને ખુશીના અભિમાનને તોડવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. જેમ જેમએન્યુઅલ ફંકશનનો દિવસ નજીક આવવા લાગે છે તેમ વિદ્યાર્થીઓની દુશ્મનાવટ વધી રહી છે. એન્યુઅલ ફંકશનના આગળના દિવસે ખુશી કોલેજ કેમ્પસની વચ્ચે પ્રથમને હરાવીને પોતે પ્રથમ આવશે તેવી ચેલેન્જ આપે છે. તેમ છતાં પ્રથમ શાંત રહે છે અને બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જાય છે. બીજા દિવસે સવારે ખુશી ઘરેથી કોલેજ જવા માટે નીકળે છે ત્યારે રસ્તામાં તેનો અકસ્માત થતા દવાખાનામાં લઇ જવામાં આવે છે. એન્યુઅલ ફંકશનના દિવસે જ અકસ્માત થયો હોવાથી ખુશીનું પ્રથમને હરાવાનું સ્વપ્ન તૂટી જાય છે. ખુશી દવાખાનામાંથી જ પ્રથમને ફોન કરીને કહે છે કે મારો અકસ્માત થયો છે એટલે સ્પર્ધામાં તારો વિજય નિશ્ચિત છે. ટૂંકી વાતચીત બાદ પ્રથમ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એન્યુઅલ ફંકશનમાં ભાગ લેવાના બદલે દવાખાનામાં પહોંચી જાય છે. એન્યુઅલ ફંક્શન શરૂ થવાનો સમય થઇ ગયો છે અને ખુશી તથા પ્રથમના ગ્રુપના તમામ સભ્યો પોતાનું પર્ફોમન્સ રજૂ કરવા માટે તૈયાર છે પરંતુ ખુશી અને પ્રથમ ક્યાંય જોવા ન મળતા પોતાના ગ્રુપના વિદ્યાર્થીઓ ચિંતિત થઈ જાય છે. ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા બંનેના સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તેઓ નિષ્ફળ રહે છે. કોલેજના વિદ્યાર્થીઓ ખુશી અને પ્રથમની ગેરહાજરીમાં જ પોતાના કાર્યક્રમ રજૂ કરે છે. તો આ બાજુ પ્રથમને દવાખાનામાં જોઈને ખુશી ખૂબ જ હરખાઈ જાય છે અને પ્રથમને પૂછે છે કે તું કોલેજમાં જવાને બદલે દવાખાનામાં કેમ આવ્યો? ત્યારે પ્રથમ કહે છે કે આપણે દુશ્મન ખરા પરંતુ આપણી એવી પણ દુશ્મની નથી કે તું હોસ્પિટલમાં હોય અને હું કોલેજમાં કાર્યક્રમ રજૂ કરૂ. તું મને પ્રેમ કરે છે એટલે જ અહીં આવ્યો છે તેમ કહીને ખુશી પ્રેમથી પ્રથમને આવકાર આપે છે અને પરિવારના સભ્યો સાથે ઓળખાણ કરાવે છે. બધાના આશ્ચર્ય વચ્ચે ખુશી પરિવારના સભ્યોને કહે છે કે આ મારો દુશ્મન પ્રથમ છે અને અહીં તેની દુશ્મની નિભાવવા માટે આવ્યો છે. પરિવારના સભ્યો ડાક્ટરને મળવા જવાથી ખુશી અને પ્રથમને પહેલી વાર પ્રેમથી વાતચીત કરવાની તક મળે છે. પ્રથમ ખુશીને કહે છે કે “વિચારોમાં તારા હું સહેજેય ખોવાયો નથી, દુશ્મન આવી પ્રેમાળ હોય તે આજે જાણ્યું” આ સાંભળીને ખુશી કહે છે કે હું તો તારા પ્રેમમાં પડી ગઈ છું અને તારા વિચારોમાં ખોવાયેલી હોવાથી મારો અકસ્માત થયો છે. અત્યારે તારૂ મન શાંત છે એટલે તું મને પ્રેમ કરી રહી છે તેમ કહી રહી છે પરંતુ જેવો તને ગુસ્સો આવશે એટલે તું મને નફરત જ કરવા લાગીશ તેમ ધીમા અવાજથી પ્રથમે કહ્યુ. ખુશીએ કહ્યુ કે, જો તું આજે મારા પ્રેમનો સ્વિકાર નહી કરે તો મને ગુસ્સો આવશે. તું પ્રેમ કરે છે કે ધમકી આપે છે તેમ પ્રથમે પુછ્યુ ત્યારે ખુશી કહે છે, કે પ્રેમ મેળવવો છે કે ગુસ્સાનો ભોગ બનવુ છે એ હવે તારે નક્કી કરવાનું છે. આવી પ્રેમાળ વાતચીત પછી દવાખાનામાં જ પ્રથમ ખુશીના પ્રેમનો સ્વિકાર કરે છે. એટલીવારમાં કોલેજના વિદ્યાર્થીઓ દવાખાનામાં આવે છે અને ખુશી તથા પ્રથમને પ્રેમથી વાત કરતા જોઇને બધા વિદ્યાર્થીઓ કોલેજની દુશ્મનાવટ ભુલી જઇને ફરીથી મિત્રો બને છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 8
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 37
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 170
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 75
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 136
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 74
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 73
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 79
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 71
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 69
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 108
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 117
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 111
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



