બકરાની ચાલબાજી!
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-27 13:28:25
- Views : 735
- Modified Date : 2019-04-27 13:28:25
એક ગામથી દૂર વગડાઉ વિસ્તાર હતો. એ દૂર આવેલા જંગલનો છેડો હતો. અહીં જંગલી બકરાં નિરાંતે ચરતાં રહેતાં હતાં. જંગલના હરણ પણ ક્યારેક આવી ચઢતા હતા. બધા નિરાંતે રહેતા હતા. એક દિવસ એક યુવાન બકરાએ આવીને ટોળાના નેતાને કહ્યું, ‘મેં એક સિંહ જોયો. એ આપણા વિસ્તારમાં જ આવી રહ્યો છે.’બકરાંના નેતાએ યુવાન બકરા સાથે જઈ જોયું તો એક ઘરડો થવા આવેલો સિંહ વગડામાં આવી રહ્યો હતો. એની ઉંમર થવા આવી હોવાથી તે ઊંડા જંગલમાં શિકાર નહીં કરી શકતો હોય એટલે ખુલ્લા વગડામાં બકરાંનો શિકાર કરવા આવી રહ્યો હતો.નેતાએ બધા બકરાંને ભેગા કરી કહ્યું, ‘સિંહ બે દિવસમાં અહીં આવી પહોંચશે. આપણે બધાએ ભેગા રહેવાનું છે. તમારે બધાએ પશ્ચિમ બાજુ ઊભા રહેવાનું અને હું પૂર્વમાં એકલો ઊભો રહીશ. હું કહીશ કે કોઈએ ડરવાનું નથી આ સિંહ આપણું કંઈ બગાડી શકવાનો નથી. એનો સામનો કરો. ત્યારે તમારે બધાએ મોટે મોટેથી બેં બેં કરીને ઘોંઘાટ કરવાનો, બરાબર?’બધા બકરાંએ કહ્યું, ‘બરાબર સરદાર!’આ બાજુ નેતાએ ત્રણ યુવાન બકરાંને મદદમાં લીધા અને પૂર્વમાં એક ઊંડો ખાડો ખોદી કાઢયો. એમાં મોટા મોટા કાંટા ધરાવતા શૂળના ઝાંખરા પાથર્યા અને પછી ઉપર સળેકડીઓ ગોઠવીને એની ઉપર લીલું ઘાસ પાથરી દીધું.બે દિવસ પછી સવારના પહોરમાં સિંહ આવી પહોંચ્યો. એને નવાઈ લાગી કે એને જોઈને કોઈ બકરાંએ દોડાદોડ ન કરી. બધા ભેગા થઈને ઊભા હતા. સિંહને ટગરટગર જોઈ રહ્યા હતા.બકરાંનો નેતા બીજી દિશામાં દોડીને પહોંચ્યો અને વટથી ઊભો રહ્યો. પછી ગર્વભર્યા અવાજે બોલ્યો, ‘શાબાશ! બકરાંઓ. તમારે આ સિંહથી જરાય ડરવાની જરૂર નથી. એ આપણું કશું બગાડી શકવાનો નથી. આપણે ભેગા મળીને એનો સામનો કરીશું.’સિંહે ત્રાડ પાડી તો સામે બધાં બકરાંઓએ પણ બેંપ બેંપ બેંપ કરીને ગોકીરો કરી દીધો.સિંહ મૂંઝાયો. એણે વિચાર્યું, ‘આ બકરાં ડરતાં કેમ નથી? ડરવાને બદલે સામા કેમ થાય છે?’પછી એને ખ્યાલ આવ્યો કે એમનો નેતા એમને હિંમત આપે છે. લાવ એને જ સૌથી પહેલાં મારી નાંખું. પછી આ બધાની હિંમત તૂટી જશે!સિંહ પૂર્વ તરફ ચાલવા લાગ્યો અને ત્રાડ પાડી. ફરી બધા બકરાંએ બેંપ બેંપ કર્યુ.નેતા બકરો તો રૂઆબથી ઊભો જ રહ્યો. સિંહે બરાબર લાગ ગોઠવ્યો અને મારી દીધી પેલા બકરા પર છલાંગ. એણે વિચાર્યુ, ‘એક પંજો મારું તો આ બકરાના રામ રમી જશે!’પણ આ શું!બકરો તો ખસી ગયો.સિંહ લીલા ઘાસ ઉપર પડયો, પડતાં જ જાણે પાતાળમાં ઉતરવા લાગ્યો. બધા બકરાં પણ નવાઈથી જોઈ રહ્યા.સિંહ ઊંડા ખાડામાં નીચે પછડાયો કે તરત એની દયામણી ત્રાડ સંભળાઈ. એને બાવળના કાંટા બરાબરના ભોંકાયા હતા.બકરો ખાડાના કિનારે જઈ બોલ્યો, ‘અમે તારાથી ડરતા નથી. તું અમારું કશું જ બગાડી શકવાનો નથી.’સિંહે બહાર નીકળવા ખૂબ ધમપછાડા કર્યા, પરંતુ ખાડો ઊંડો હતો. અને નીચે કાંટા હતા. એણે જેટલાં કૂદકા માર્યા એટલો વધારે ઘાયલ થયો. આખરે બેભાન થઈને પડી ગયો.બકરાંઓને ખબર હતી કે એ સિંહ હવે ભૂખથી અને લોહી નીકળવાથી મરી જવાનો હતો. બધા બકરાં આનંદથી બેંપ બેંપ બેંપ કરવા લાગ્યા. એમના ચાલાક નેતાએ એમનો બધાનો જીવ બચાવ્યો હતો.
Related News
રાજ્યની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર...
- by B.K.NEWS DAINIK
- April 15, 2023, 10:36 am
- 416
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક ચેટ ધ્વારા વિદ્યાર્થિનીઓ ને ફોસલાવવાનો...
- by
- September 13, 2022, 1:15 pm
- 774
સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 12:54 pm
- 1713
Sharing this season together is the greatest gift of all Marry...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:54 pm
- 3077
ક્રિસમસ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે, પરંપરાઓ પ્રેમ અને એકતાનો બોધપાઠ...
- by B.K.NEWS DAINIK
- December 22, 2020, 1:48 pm
- 1594
અબજોપતિ છે આ 9 વર્ષનું બાળક, યુટ્યૂબ પર 2020માં સૌથી વધુ 221 કરોડની કમાણી...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 3:28 pm
- 984
લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ...
- by B.K.NEWS DAINIK
- December 18, 2020, 11:47 am
- 929
પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં બાળકો માટે ₹45 લાખનું ફંડ સરળતાથી તૈયાર કરી શકાય છે,...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:13 pm
- 1190
વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2020, 4:52 pm
- 1167
એક ઉંદરને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો ..જોવો સુ મજાની...
- by B.K.NEWS DAINIK
- November 29, 2019, 2:20 pm
- 2267
વિચારોમાં તારા હું સહેજેય ખોવાયો નથી દુશ્મન આવી પ્રેમાળ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2019, 1:24 pm
- 1848
બાળકને માત્ર પુસ્તકિયું નહીં પ્રેક્ટિકલ જ્ઞાાન પણ...
- by B.K.NEWS DAINIK
- July 15, 2019, 4:34 pm
- 1759
વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરવામાં ભારત નંબર વન જોવો કેટલુ વપરાય...
- by B.K.NEWS DAINIK
- June 20, 2019, 3:11 pm
- 1005
ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી...
- by B.K.NEWS DAINIK
- May 25, 2019, 11:53 am
- 1402
વિશ્વનું સૌથી મોટું ઘુવડ : ગ્રેટ હોનર્ડ...
- by B.K.NEWS DAINIK
- May 22, 2019, 12:26 pm
- 2429
કંજુસ માણસનો ભરોસો ના...
- by B.K.NEWS DAINIK
- May 4, 2019, 12:50 pm
- 1058
ગેમ રમવાથી દિમાગ થસે ફાસ્ટ આ સાચું છે...
- by B.K.NEWS DAINIK
- May 2, 2019, 1:16 pm
- 1181
નાના બાળકોને વધારે સમય ન જોવા દો ટીવી અને...
- by B.K.NEWS DAINIK
- May 1, 2019, 12:47 pm
- 754
બકરાની...
- by B.K.NEWS DAINIK
- April 27, 2019, 1:28 pm
- 735



