ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી બતાવ્યો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-25 11:53:37
- Views : 1384
- Modified Date : 2019-05-25 11:53:37
અકબરના દરબારમાં નવ રત્નો ઉપરાંત દરેક કામના નિષ્ણાતો હાજરી આપતા હતા. શામળદાસ આવા જ એક દોરડા નિષ્ણાત હતા. એ દોરડા વણવામાં આખા દેશમાં નંબર વન હતા.એક દિવસ એક વેપારી પરદેશથી આવ્યો. એણે દરબારમાં કહ્યું, મારી પાસે જે હાથી છે એને કાબૂમાં રાખવા માટે બાજરીના ડૂંડામાંથીં દોરડું બનાવવું પડે છે. હું એ દોરડું લઈને નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં ચોરી થઈ ગયું છે. હવે મારે એવું બીજું દોરડું બનાવવું છે. મેં તમારા ખુબ વખાણ સાંભળ્યા છે એટલે આવ્યો છું. આશા છે કે તમે બાજરીના ડૂંડાનું દોરડું જરૂર બનાવી આપશો.અકબરે તરત દોરડા નિષ્ણાતને આદેશ કર્યો, આ ભાઈ કહે છે એવું દોરડું ૧૫ દિવસમાં બનાવી આપો.શામળદાસે માથું નમાવી કહ્યું, જી જહાંપનાહ!બીજા દિવસે શામળદાસ દરબારમાં ન આવ્યા. ત્રીજા દિવસેય દરબારમાં ન આવ્યા. અકબરે પૂછયું, શામળદાસ દેખાતા નથી. કોઈ તપાસ કરો, દોરડું બનાવવાનું કેટલે પહોંચ્યું?બીરબલે કહ્યું, હું તપાસ કરી લાવીશ, જહાંપનાહ!એ સાંજે જ બીરબલ શામળદાસના ઘેર પહોંચ્યો. જોયું તો શામળદાસ ચિંતામાં બેઠા હતા. એમની પત્નીએ કહ્યું, બે દિવસથી ખાતા ય નથી.બીરબલે શામળદાસના ખભે હાથ મૂક્યો અને કહ્યું, બાજરીના ડૂંડાનું દોરડું કદી ન બને, ખરૃં ને?શામળદાસ કહે, હા! કોઈ રીતે ન બને. કોઈએ મારી સામે કાવતરું કર્યું છે.બીરબલ કહે, તમારી સામે નહીં, દરબાર સામે કાવતરું છે. તમે કાલે દરબારમાં આવો અને હું કહું છું એમ બાદશાહ સામે જાહેર કરજો! એમ કહી બીરબલે શામળદાસના કાનમાં કશુંક કહ્યું.બીજા દિવસે શામળદાસે દરબારમાં આવીને કહ્યું, બાદશાહ સલામત, મેં દોરડું બનાવવાની તૈયારી કરી લીધી છે. બસ, દોરડું બનાવવા બાજરીના ડૂંડાં પલાળવા પડશે. એ માટે આ ચમત્કારિક ચારણીમાં શાહી સરોવરમાંથી એ વેપારીએ પાણી ભરી લાવવું પડશે જેને આ દોરડું જોઈએ છે.બાદશાહે વેપારીને કહ્યું, જાઓ શાહી સરોવરમાંથી પાણી લઈ આવો.વેપારી કહે, ચારણીમાં તો કંઈ પાણી ભરાતું હશે!શામળદાસ કહે, નિષ્ઠા સાચી હશે તો પાણી ભરાયેલું જ રહેશે, જહાંપનાહ!હવે વેપારી સમજી ગયો કે બરાબરનો ફસાઈ ગયો છે. એણે કહ્યું. જહાંપનાહ , માફી માગું છું. તમારા દરબારની ખ્યાતિ બગાડવા માટે મેં કાવતરું કર્યુ હતું. બાજરીના ડૂંડાનું દોરડું બની જ ન શકે! મને આપ સજા કરો! આપ જે સજા કરશો એ મને મંજુર છે.બાદશાહ કહે, સાચું બોલવા બદલ તમારી સજા માફ! અને હા, તમારી સામે ફરિયાદ કરવાને બદલે તમારા મોઢે જ સાચું બોલાવવા બદલ શામળદાસને ૧૦૦૦ સોનામહોરો આપવામાં આવે!શામળદાસ બીરબલની સામે જોઈ રહ્યા! આ ઈનામના સાચા હકદાર તો બીરબલ હતા!પરંતુ બીરબલે શામળદાસને ઈશારો કરી ચૂપ રહેવાની સુચના આપી. શામળદાસ તો મનોમન બીરબરલને આશીર્વાદ આપતા રહ્યા. બીરબલ ન હોત તો એમની આબરૂ આજે ધુળમાં મળી ગઈ હોત!આ વાત બીરબલને કરી તો બીરબલ કહે મેં તમારી નહીં રાજ્યની આબરૂ બચાવવા આવું કર્યું છે.
Related News
રાજ્યની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર...
- by B.K.NEWS DAINIK
- April 15, 2023, 10:36 am
- 385
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક ચેટ ધ્વારા વિદ્યાર્થિનીઓ ને ફોસલાવવાનો...
- by
- September 13, 2022, 1:15 pm
- 707
સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 12:54 pm
- 1685
Sharing this season together is the greatest gift of all Marry...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:54 pm
- 3039
ક્રિસમસ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે, પરંપરાઓ પ્રેમ અને એકતાનો બોધપાઠ...
- by B.K.NEWS DAINIK
- December 22, 2020, 1:48 pm
- 1561
અબજોપતિ છે આ 9 વર્ષનું બાળક, યુટ્યૂબ પર 2020માં સૌથી વધુ 221 કરોડની કમાણી...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 3:28 pm
- 968
લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ...
- by B.K.NEWS DAINIK
- December 18, 2020, 11:47 am
- 908
પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં બાળકો માટે ₹45 લાખનું ફંડ સરળતાથી તૈયાર કરી શકાય છે,...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:13 pm
- 1176
વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2020, 4:52 pm
- 1153
એક ઉંદરને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો ..જોવો સુ મજાની...
- by B.K.NEWS DAINIK
- November 29, 2019, 2:20 pm
- 2251
વિચારોમાં તારા હું સહેજેય ખોવાયો નથી દુશ્મન આવી પ્રેમાળ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2019, 1:24 pm
- 1834
બાળકને માત્ર પુસ્તકિયું નહીં પ્રેક્ટિકલ જ્ઞાાન પણ...
- by B.K.NEWS DAINIK
- July 15, 2019, 4:34 pm
- 1737
વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરવામાં ભારત નંબર વન જોવો કેટલુ વપરાય...
- by B.K.NEWS DAINIK
- June 20, 2019, 3:11 pm
- 990
ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી...
- by B.K.NEWS DAINIK
- May 25, 2019, 11:53 am
- 1384
વિશ્વનું સૌથી મોટું ઘુવડ : ગ્રેટ હોનર્ડ...
- by B.K.NEWS DAINIK
- May 22, 2019, 12:26 pm
- 2413
કંજુસ માણસનો ભરોસો ના...
- by B.K.NEWS DAINIK
- May 4, 2019, 12:50 pm
- 1035
ગેમ રમવાથી દિમાગ થસે ફાસ્ટ આ સાચું છે...
- by B.K.NEWS DAINIK
- May 2, 2019, 1:16 pm
- 1165
નાના બાળકોને વધારે સમય ન જોવા દો ટીવી અને...
- by B.K.NEWS DAINIK
- May 1, 2019, 12:47 pm
- 737
બકરાની...
- by B.K.NEWS DAINIK
- April 27, 2019, 1:28 pm
- 717



