વિશ્વની 250 સન્માનિત કંપનીઓમાં ઇન્ફોસિસનો ત્રીજો નંબર, અમેરિકાની VISA ટોપ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 14:34:19
  • Views : 470
  • Modified Date : 2019-09-25 14:34:19

ફોર્બ્સએ દુનિયાની 250 સૌથી સન્માનિત કંપનીઓની આ વર્ષની યાદી મંગળવારે જાહેર કરી હતી. તેમાં દેશની આઇટી કંપની ઇન્ફોસિસ ત્રીજા નંબર પર છે. અમેરિકાની ગ્લોબલ પેમેન્ટ ટેક્નોલોજી કંપની વીઝા ટોપ પર અને ઇટલીની કાર કંપની ફેરારી બીજા નંબરે છે. ઇન્ફોસિસે આ વર્ષે 28 આંકડાની છલાંગ લગાવી હતી. ગત વર્ષે તે 31મા નંબર પર હતી. વિશ્વની 10 સૌથી પ્રતિષ્ઠિત કંપની

કંપની/દેશરેન્ક
VISA, અમેરિકા1
ફેરારી, ઇટલી2
ઇન્ફોસિસ, ભારત3
નેટફ્લિક્સ, અમેરિકા4
પેપલ(PayPal), અમેરિકા5
માઇક્રોસોફ્ટ,અમેરિકા6
વોલ્ટ ડિઝની, અમેરિકા7
ટોયોટા મોટર્સ, જાપાન8
માસ્ટરકાર્ડ, અમેરિકા9
કોસ્ટકો હોલસેલ, અમેરિકા10

લિસ્ટમાં સામેલ 50 ટકા કંપની એશિયાની લિસ્ટમાં અમેરિકાની સૌથી વધુ 59 કંપની સામેલ છે. ત્યારબાદ જાપાન, ચીન અને ભારતનો નંબર આવે છે. આ ત્રણેય દેશની કુલ 82 કંપનીઓએ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે આ સંખ્યા 63 હતી. કુલ 250 કંપનીઓમાં લગભગ 50 ટકા એશિયાની છે. ઇન્ફોસિસ સહિત કુલ 18 ભારતીય કંપનીઓ સામેલ છે. TCS 22મા સ્થાન પર છે.

કંપનીરેન્ક
ઇન્ફોસિસ3
TCS22
ટાટા મોટર્સ31
ટાટા સ્ટીલ105
લાર્સન એન્ડ ટૂબ્રો115
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા117
HDFC135
બજાજ ફાયનાન્સ143
પીરામલ એન્ટરપ્રાઇઝ149
સેલ153
HCL ટેક.155
હિન્ડાલ્કો157
વિપ્રો168
HDFC બેન્ક204
સન ફાર્મા217
જનરલ ઇન્સ્યોરન્સ કોર્પ.224
ITC231
એશિયન પેઇન્ટ્સ248

2000 કંપનીઓમાંથી 250ની પસંદગી થઇ. વિશ્વાસ, સામાજિક વ્યવહાર, ઉત્પાદ-સેવાઓની ક્ષમતા અને કંપની તરીકે નિષ્પક્ષતાના આધાર પર આ રેન્કિંગ આપવામાં આવી છે. સર્વેમાં 50 દેશના 15 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં. ફોર્બ્સએ સ્ટેટિસ્ટા સાથે મળીને દુનિયાની 2000 સૌથી મોટી પબ્લિક કંપનીઓમાંથી 250 પ્રતિષ્ઠિત કંપનીઓની પસંદગી કરી છે.

Download Our B K News Today App



Related News