રાંચીમાં મહિલા ઈન્સ્પેક્ટરને વાને કચડી : ચેકિંગ માટે ગાડીને રોકી હતી, ડ્રાઈવરે સ્પીડ વધારીને કચડી; ઘટનાસ્થળે જ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-20 11:08:24
  • Views : 282
  • Modified Date : 2022-07-20 11:08:24

રાંચીમાં મહિલા ઈન્સ્પેક્ટરને વાને કચડી : ચેકિંગ માટે ગાડીને રોકી હતી, ડ્રાઈવરે સ્પીડ વધારીને કચડી; ઘટનાસ્થળે જ મોત

હરિયાણા પછી હવે ઝારખંડના રાંચી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સબ-ઈન્સ્પેક્ટરની પિકઅપ વેનથી કચડીને હત્યા કરવામાં આવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પોલીસ અધિકારીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. વાહન ચાલક ઘટના પછી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસનો દાવો છે કે આ મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું
આ મામલો રાંચી જિલ્લાના તુપુદાન વિસ્તારનો છે. જ્યાં બુધવારે સવારે 3 વાગ્યે 2018ની બેન્ચની એક પોલીસ એસઆઈ સંધ્યા ટોપનો વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન મહિલા પોલીસ અધિકારીએ એક પિકઅપ વેનને રોકવાનો ઈશારો કર્યો હતો. ડ્રાઈવરે વાહનની ગતિ વધારીને મહિલા અધિકારીને કચડી નાંખ્યા હતા. આ ઘટનામાં મહિલા પોલીસ અધિકારનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. આરોપી પિકઅપ વાનનો ડ્રાઈવર વાહન લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઈન્સપેક્ટરના શબને કબ્જામાં લીધું હતું. પછીથી આસપાસના ક્ષેત્રમાં લાગેલા સીસીટીવી ફુટેજને શોધ્યા હતા. પોલીસે આ મામલામાં એક આરોપીને ધરપકડ કરી અને એક વાહનને જપ્ત કર્યું છે.

 

Download Our B K News Today App



Related News