શ્રીલંકાની જીત સાથે જ વર્લ્ડ કપમાં કંઈક એવું થયું જે 31 વર્ષથી નહોતું થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-22 14:06:07
  • Views : 100
  • Modified Date : 2023-10-22 14:06:07

ODI વર્લ્ડ કપ માં શ્રીલંકાએ ગઈકાલ સુધી પોતાનું ખાતું ખોલ્યું ન હતું, પરંતુ 21 ઓકટોબર શનિવારે પ્રથમ જીત હાંસલ કરી શ્રીલંકા એ પોઈન્ટ ટેબલ રોમાંચક બનાવી દીધું હતું, સાથે જ આ મેચ બાદ કંઈક એવું બન્યું જે 1992 પછી કોઈ પણ ODI વર્લ્ડ કપમાં બન્યું ન હતું.શનિવાર ડબલ હેડરનો દિવસ હતો. આ દિવસે શ્રીલંકા અને નેધરલેન્ડ ઉપરાંત ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ હતી. પ્રથમ મેચમાં શ્રીલંકાએ જીત મેળવી હતી જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.ગઈ કાલે શ્રીલંકાએ નેધરલેન્ડને હરાવતાં જ આ વર્લ્ડ કપમાં કંઈક એવું બન્યું જે 1992 પછી કોઈ પણ વનડે વર્લ્ડ કપમાં બન્યું ન હતું. હાલમાં વર્લ્ડ કપ 2023નો પ્રથમ રાઉન્ડ ચાલી રહ્યો છે. અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ 10 ટીમોએ જીત મેળવી છે. 1992 પછી આ પ્રથમ વખત છે જ્યારે તમામ ટીમોએ ODI વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું છે. આવું પહેલા થતું ન હતું.શ્રીલંકાએ શનિવારે તેની પ્રથમ જીત હાંસલ કરી હતી અને આ સાથે તેણે પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ સુધારી લીધી છે. પહેલા તે છેલ્લા સ્થાને હતી પરંતુ હવે તે આઠમા સ્થાને આવી ગઈ છે. અફઘાનિસ્તાન 10માં નંબરે છે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડની સ્થિતિ ઘણી ખરાબ છે. આ ટીમ નવમા નંબર પર છે.શ્રીલંકાની જેમ જ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન ચાર મેચમાંથી એકમાં જીત્યા છે અને ત્રણમાં હાર્યા છે અને ત્રણેય ટીમના બે પોઈન્ટ છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડની પણ આવી જ સ્થિતિ છે.પરંતુ સારા નેટ રન રેટના કારણે બાંગ્લાદેશ છઠ્ઠા, નેધરલેન્ડ સાતમા, શ્રીલંકા આઠમા ક્રમે છે.ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને ત્રીજી જીત મળી છે અને આ ટીમ હાલમાં ત્રીજા નંબર પર છે. દક્ષિણ આફ્રિકા ચાર મેચમાં ત્રણ જીત્યું છે અને એક હાર્યું છે.ઓસ્ટ્રેલિયા ચાર મેચમાં બે જીત અને બે હાર સાથે ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડ અને ભારત બંનેએ અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. સારા નેટ રન રેટના કારણે ન્યુઝીલેન્ડ નંબર વન પર છે.

Download Our B K News Today App



Related News