સંજૂ સેમસન ક્રિકેટમાંથી લેશે સંન્યાસ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-31 19:05:44
  • Views : 91
  • Modified Date : 2023-12-31 19:05:44

સાઉથ આફ્રીકાની ધરતી પર સેન્ચુરી ફટકારીને સંજૂ સેમસન ભારે ચર્ચામાં આવ્યો હતો. આજે ફરી એકવાર તેની ભારે ચર્ચા થઈ રહી છે કારણ કે તે ક્રિકેટના મેદાન પર નહીં પણ ફૂટબોલના મેદાન પર ધમાલ મચાવતો જોવા મળ્યો છે. ક્રિકેટની જેમ તે ફૂટબોલના મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.ભારતના આ વિકેટકીપર બોલરના સામર્થ્યને આપણે સૌ જાણીએ છે. તેને ફેન્સ ખરાબ અને સારા દરેક સમયમાં તેની સાથે રહ્યા છે. ચાલો જાણીએ કે સંજૂ સેમસન ક્રિકેટના મેદાનના સ્થાને કેમ ફૂટબોલના મેદાન પર જોવા મળ્યો.આ દ્રશ્યો સેવન ટૂર્નામેન્ટના છે જેમાં સેમસન પોતાની ટીમ માટે મેદાન પર પરસેવો પાડતા જોવા મળે છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમોમાંથી 7-7 ખેલાડીઓ રમતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેની ડ્રિબલિંગ અને કોર્નર કિક જોવા મળી રહ્યા છે. તે વિરોધી ટીમને ધૂળ ચટાડતો જોવા મળી રહ્યો છે.સંજૂ સેમસને પોતાનું ફૂટબોલ કૌશલ્ય બતાવીને બધાના દિલ જીતી લીધા. જેમ કે થોડા દિવસો પહેલા તેણે સદી ફટકારીને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી વનડે શ્રેણીની મેચ જીતી લીધી હતી. તે મેચમાં તેણે 108 રનની ઇનિંગ રમી હતી. સંજૂ સેમસને ભારત માટે ડેબ્યુ કર્યા બાદ ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.ભારત માટે 16 ODI રમવા ઉપરાંત સંજૂ સેમસને અત્યાર સુધીમાં 24 T20I પણ રમી છે. સાઉથ આફ્રિકામાં તેણે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે પછી તે નિશ્ચિત માનવામાં આવે છે કે તે જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સાથેની શ્રેણીમાં રમશે.

Download Our B K News Today App



Related News