ટીમ ઈન્ડિયા માટે વિલન કોણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-13 13:23:11
  • Views : 121
  • Modified Date : 2023-12-13 13:23:11

ગઈકાલ મંગળવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 શ્રેણીની બીજી T20 મેચ રમાઈ હતી. બીજી T20 મેચ પણ પ્રથમ મેચની જેમ જ વરસાદથી પ્રભાવિત થઈ હતી. મેચ દરમિયાન વરસેલો વરસાદ ટીમ ઈન્ડિયા માટે હારનું મુખ્ય કારણ સાબિત થયો અને દક્ષિણ આફ્રિકાએ મેચ પાંચ વિકેટે જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ બીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ 19.3 ઓવર બાદ વરસાદ આવ્યો અને તેથી દક્ષિણ આફ્રિકા માટેનો ડકવર્થ એન્ડ લુઈસના નિયમ મુજબ ટાર્ગેટ થોડો બદલાઈ ગયો. આનો ફાયદો ઘરઆંગણે રમી રહેલ દક્ષિણ આફ્રિકાની ટીમને મળ્યો અને મેચનું પરિણામ બધાની સામે છે.આ મેચમાં બોલરો ટીમ ઈન્ડિયા માટે દુઃસ્વપ્ન બની ગયા હતા અને ભારતીય ટીમ મેચમાં ક્યાંય જોવા મળી ન હતી. પહેલા મોહમ્મદ સિરાજે ખરાબ શરૂઆત કરી અને ત્યારબાદ અર્શદીપ સિંહે ફરી એકવાર ઢગલો રન આપ્યા, આવી સ્થિતિમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મેચમાં ભારતીય ટીમ માટે પુનરાગમનની કોઈ શક્યતા જણાતી નહોતી. જો મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અહીં પ્રથમ બેટિંગ કરીને 19.3 ઓવરમાં 180 રન બનાવ્યા હતા.ટીમ ઈન્ડિયા તરફથી રિંકુ સિંહ સુપરસ્ટાર રહ્યો હતો. રિંકુ સિંહ 39 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી તોફાની 68 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ સિવાય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ 36 બોલમાં 56 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયા 180ના સન્માનજનક સ્કોર સુધી પહોચવામાં સફળ રહ્યું, જ્યારે ભારતીય ઇનિંગ્સની છેલ્લી ઓવર ચાલી રહી હતી ત્યારે વરસાદ પડ્યો અને રમત અટકાવી દેવામાં આવી હતી. વરસાદને કારણે અહીંથી જ ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત હતી, કારણ કે આ પછી મેચની જીત માટેના ટાર્ગેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.વરસાદના કારણે ડકવર્થ એન્ડ લુઈસ મેથડના આધારે દક્ષિણ આફ્રિકાને પ્રમાણમાં સરળ ટાર્ગેટ મળ્યો 15 ઓવરમાં માત્ર 152 રનનો. સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપ દરમિયાન કે તે પહેલા જે રીતે બેટિંગ કરી છે તે જોતા લાગે છે કે આ તેમના માટે સાવ આસાન લક્ષ્ય હતું. અને થયુ પણ એવુ જ. કારણ કે આફ્રિકાના બેટ્સમેનોએ પહેલી જ ઓવરથી જ પોતાની જીતનો ઈરાદો સ્પષ્ટ કરી દીધા હતા. મોહમ્મદ સિરાજની પહેલી જ ઓવરમાં 14 રન ઝુડી નાખ્યાં, ત્યારબાદ આફ્રિકાના બેટ્સમેનોએ હાથ ખોલીને રમત રમ્યા.દક્ષિણ આફ્રિકાની ટીમે પાવરપ્લેની માત્ર 6 ઓવરમાં 78 રન બનાવ્યા હતા. અહીંથી તેમની જીત નિશ્ચિત થઈ ગઈ. સાઉથ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રિક્સે ઝડપી 49 રન અને એડન માર્કરામે 30 રન બનાવ્યા હતા. અંતે, ડેવિડ મિલર અને ટ્રીસ્ટન સ્ટબ્સે ટૂંકી ઇનિંગ્સ રમી અને પોતાની ટીમને જીત તરફ દોરી ગયા. ભારત માટે મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 27 રન આપ્યા હતા જ્યારે અર્શદીપ સિંહે માત્ર 2 ઓવરમાં 31 રન આપ્યા હતા. આ મેચમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ બંને ભારતીય ટીમના મુખ્ય બોલર હતા.

Download Our B K News Today App



Related News