વર્લ્ડ કપ ફાઈનલમાં પ્લેઈંગ-11 માં શું રોહિત કરશે કોઈ પરિવર્તન?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-18 15:44:09
  • Views : 117
  • Modified Date : 2023-11-18 15:44:09

રોહિત શર્મા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા ચોક્કસથી મજબૂત પ્લેઈંગ 11 ને પસંદ કરશે અને રોહિત પાસે 15 ખેલાડીઓ છે, જેમાંથી તેણે 11 બેસ્ટ ખેલાડીઓને પસંદ કરવાના છે.રોહિતે છેલ્લી કેટલીક મેચોથી ટીમની પ્લેઈંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી અને આ ટીમે એક પણ મેચ હારી નથી, એવામાં રોહિત વિનિંગ કોમ્બિનેશન સાથે જ રમશે એવું લાગી રહ્યું છે.રોહિત સાથે ઓપનર તરીકે શુભમન ગિલનું સ્થાન નક્કી છે, ત્રીજા ક્રમે વિરાટ કોહલી અને ચોથા ક્રમે શ્રેયસ અય્યર શાનદાર ફોર્મમાં છે અને બંને એ જ સ્થાન પર રમશે.મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલનું સ્થાન નક્કી જ છે જ્યારે સૂર્યકુમારને વધુ મોકો મળ્યો નથી, એવામાં તેના સ્થાન પર પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે. જોકે આ શક્યતા નહિવત છે.બોલિંગ ડીપાર્ટમેન્ટ જોરદાર ફોર્મમાં છે. શમી, બુમરાહ, સિરાજની સાથે કુલદીપ અને જાડેજાનું સ્થાન પણ નક્કી જ છે. એવામાં રોહિત વિનિંગ ટીમ સાથે જ ફાઈનલ રમશે એવું લાગી રહ્યું છે.

Download Our B K News Today App



Related News