મહેસાણાના પાંચોટ ખાતે વેસ્ટ ઝોન જૂડો ટુર્નામેન્ટનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-14 13:47:40
  • Views : 325
  • Modified Date : 2022-09-14 13:47:40

મહેસાણાના પાંચોટ ખાતે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ સંકુલમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત યુવતીઓ અને મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ રમતનું સ્તર સુધરે તે માટે રેન્કિંગ વેસ્ટ ઝોન જૂડો ટુર્નામેન્ટનું તા.૧૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે જેમાં વેસ્ટ ઝોન જુડો સ્પર્ધામાં સાત રાજ્યોની કુલ 1200 યુવતીઓ અને મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો છે જેમાં ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને દીવ-દમણના ખેલાડી બહેનોએ ભાગ લીધો છે..જુડો સ્પર્ધાનું આયોજન ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે..આગામી સમયમાં જુડોની વિવિધ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભારતનું પ્રદર્શન સારું રહે તેવા શુભ આશય સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે..આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર ઉપસ્થિત રહી ખેલાડીઓને સારું પ્રશિક્ષણ મેળવી ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર પણ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું..સબ જુનિયર જુડો સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Download Our B K News Today App



Related News