બેન સ્ટોક્સે કહ્યું, અમદાવાદની ગરમીમાં અચાનક જ અમારું વજન ઘટ્યું; મેચ પહેલાં ઘણા ખેલાડીઓને પેટમાં ગડબડ થઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 16:41:09
  • Views : 407
  • Modified Date : 2021-03-09 16:41:09

    ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ખુલાસો કરતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, "ભારત સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની ચોથી ટેસ્ટમાં તેનો અને સાથી ખેલાડીઓનો ગરમીમાં અચાનક જ વજન ઘટી ગયો હતો. મેચ પહેલાં ઘણા ખેલાડીઓને પેટમાં ગડબડ થઈ હતી." ઉલ્લેખનીય છે કે, ભારતે અંતિમ ટેસ્ટ 1 ઇનિંગ્સ અને 25 રને જીતીને શ્રેણી 3-1થી પોતાના નામે કરી હતી. તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ સ્થાન મેળવી લીધું હતું.29 વર્ષીય સ્ટોક્સે કહ્યું કે, ખેલાડીઓ પૂરેપૂરી રીતે ઇંગ્લેન્ડ વતી રમવા ડેડીકેટેડ છે. ગયા અઠવાડિયે આ જ જોવા મળ્યું હતું. ઘણા ખેલાડીઓ બીમાર હતા તેમ છતાં તેમણે 41 ડિગ્રી ગરમીમાં રમવાનું ચાલુ રાખ્યું હતું.

    સ્ટોક્સે કહ્યું કે, એક અઠવાડિયામાં મારો વજન 5 કિલો ઘટી ગયો હતો. જ્યારે ડોમિનિક સિબલેનો 4 કિલો અને જેમ્સ એન્ડરસનનો 3 કિલો વજન ઘટી ગયો હતો. જેક લિચ બોલિંગ સ્પેલ દરમિયાન ચાલુ મેચે શૌચાલય જઈ રહ્યો હતો.સ્ટોક્સે કહ્યું કે, આ બધું કહીને અમે કોઈપણ પ્રકારનું બહાનું કાઢી રહ્યા નથી. ભારત અને ખાસ કરીને ઋષભ પંતે બહુ સારું પ્રદર્શન કર્યું. પરંતુ અમને ગર્વ છે કે કેવી રીતે દરેક ખેલાડીઓ તબિયત સારી ન હોવા છતાં ઇંગ્લેન્ડ માટે રમવા અને દેશને જિતાડવા ફોક્સ્ડ હતો. રિઝલ્ટ અમારી તરફેણમાં ન આવ્યું, એ અલગ વાત છે.

    ભારત સામેની હાર પછી ક્રિટિક્સ ઇંગ્લેન્ડની ભારે ટીકા કરી રહ્યા છે. સ્ટોક્સે કહ્યું કે, ક્રિકેટ પંડિત તેમનું કામ કરી રહ્યા છે. અમે અમારું કામ કરીશું. અમને સારી ટીમ અમે જ બનાવી શકીએ છીએ અને અમે તેના પર સતત કામ કરી રહ્યા છીએ. અમારા માટે અમારા કેપ્ટન, કોચ અને સાથી ખેલાડીઓનો અભિપ્રાય જ મહત્ત્વનો છે. અમારા ઘણા ખેલાડીઓનો આ પ્રથમ ભારત પ્રવાસ હતો. તેમના ઘણું બધું શીખવા મળ્યું છે.

Download Our B K News Today App

Related News