અમારી પાસે શિવસેનાનાં 50 થી વધુ ધારાસભ્યોનું સમર્થન, બળવાખોર નેતા એકનાથ શિંદેનો દાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-24 11:58:00
  • Views : 231
  • Modified Date : 2022-06-24 11:58:00

અમારી પાસે શિવસેનાનાં 50 થી વધુ ધારાસભ્યોનું સમર્થન, બળવાખોર નેતા એકનાથ શિંદેનો દાવો 

 

ANI દ્વારા  સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, એકનાથ શિંદે જુથમાં શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 50ને પાર થવાની ધારણા છે. કારણ કે, આજે વધુ ધારાસભ્યો ગુવાહાટી પહોંચે તેવી શક્યતા છે.  

ઉદ્ધવ ઠાકરેએ ઈમરજન્સી બેઠક બોલાવી

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની વધતી જતી તાકાત વચ્ચે CM ઉદ્ધવ ઠાકરે એ આજે ફરી એક બેઠક બોલાવી છે. બપોરે 12.30 વાગ્યે મળનારી આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે બીજી તરફ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમારી પાસે જાદુઈ નંબર 37 છે. અને અમે એક છીએ. જો કે, રાજ્યપાલનો હજુ સુધી સંપર્ક થયો નથી. ઉપરાંત તેમણે કહ્યું કે, આજની બેઠકમાં ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમના મતે કોઈપણ ધારાસભ્યને સસ્પેન્ડ કરી શકાય નહી.

આજે શું થવાની શક્યતાઓ છે?

- ઉદ્ધવ ઠાકરે શિવસેનાના જિલ્લા પ્રમુખો સાથે વાત કરશે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદેનું જૂથ પાર્ટીના પ્રતીક ધનુષ અને તીર પર પોતાનો દાવો દાખવવાનું છે. એટલા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
-
આજે બધાની નજર ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ પર રહેશે. ગઈ કાલે, ઉદ્ધવ જૂથે તેમને 12 બળવાખોર ધારાસભ્યો (શિંદે સહિત)ની યાદી આપી છે. તેમને ગેરલાયક ઠેરવવા માંગ ઉઠી છે. બીજી તરફ શિંદેએ પોતાને ધારાસભ્ય દળના નેતા ગણાવ્યા છે. તેમણે ડેપ્યુટી સ્પીકરને પણ પત્ર મોકલ્યો છે.
-
દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હીમાં છે. તેઓ અમિત શાહ સાથે વાતચીત કરશે.
-
આજે ડેપ્યુટી CM અજિત પવાર પર પણ નજર રહેશે. ગઈ કાલે કાકા શરદ પવારે તેમના દાવાને સદંતર નકારી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અજિત પવારે કહ્યું હતું કે શિંદેના બળવા પાછળ ભાજપનો હાથ છે.

શરદ પવારે બળવાખોરોને ચેતવણી આપી
 
શરદ પવાર પણ મહાઅઘાડી સરકારને બચાવવા એક્શનમાં છે. તેમણે શિંદેના સાથીદારોને એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે. કહેવામાં આવ્યું છે કે તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. પવારે કહ્યું કે બહુમતનો નિર્ણય વિધાનસભાના ફ્લોર પર કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News