પાણીનો બગાડ અટકાવવા માટે શતાબ્દીમાં પ્રવાસીઓને નાની બોટલો આપવાનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 13:07:53
  • Views : 384
  • Modified Date : 2019-11-04 13:07:53

બે મોટાં શહેરો વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ જેવી એસી ટ્રેનમાં પ્રવાસીઓને નિશુલ્ક અપાતી પાણીની બોટલ હવેથી 500 એમએલની આપવાની નક્કી કરવામાં આવ્યું છે. એક લીટરની પાણીની બોટલ પ્રવાસીઓ પૂરેપૂરી ઉપયોગમાં લઇ શકતા ન હોવાથી પાણીનો બગાડ થતો હતો. આ બગાડ અટકાવવા માટે રેલવે બોર્ડે બોટલની સાઈઝ નાની કરી દીધી છે.શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓને નિઃશુલ્ક અપાતાં બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં એક લીટર પાણીની બોટલનો સમાવેશ થાય છે. પરંતુ પ્રવાસીઓ પાણીની આ બોટલ પૂરેપૂરી રીતે ઉપયોગમાં લઇ શકતા નહીં હોવાનું અને શેષ બચેલા પાણીની બોટલ એમનેએમ છોડી જતાં હોવાનું ધ્યાનમાં આવતાં ઝેડઆરયુસીસી મેમ્બર રાકેશ શાહે રેલવે મંત્રીનું પત્ર લખીને ધ્યાન દોર્યું હતું.આના પરિણામરૂપે રેલવે બોર્ડના ડિરેક્ટર(ટુરિઝમ એન્ડ કેટરિંગ)એ તમામ ઝોનના પ્રિન્સિપાલ ચીફ કોમર્શિયલ મેનેજરોને એક પત્ર લખીને તમામ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓને હવેથી 500 એમએલની નાની બોટલ આપવાની સુચના આપી છે. આનો અમલ પ્રાયોગિક ધોરણે આગામી ત્રણ મહિના માટે કરાશે, એમ તેમણે જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News