વિરાટ કોહલી ચેન્નાઈ પહોંચી ગયો,આરસીબીની આખી ટીમ પણ ચેન્નાઈ પહોંચી ગઈ,એમએસ ધોનીએ સ્વાગત માટે ખાસ તૈયારી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-20 12:32:13
  • Views : 226
  • Modified Date : 2024-03-20 12:32:13

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસી, ગ્લેન મેક્સવેલ અને આવી જ રીતે આરસીબીના તમામ ખેલાડીઓ ચેન્નઈ પહોંચી ચૂક્યા છે. 19 માર્ચના રોજ બેંગ્લુરુમાં થયેલા આરસીબીના પ્રોગ્રામ બાદ ટીમના તમામ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઈટથી ચેન્નાઈ પહોંચ્યા છે. આરસીબીને ચેન્નાઈમાં જ 22 માર્ચના રોજ આઈપીએલ 2024ની પોતાની પ્રથમ મેચ રમવાની છે. જે આ ટી20 લીગની 17મી સીઝનની ઓપનિંગ મેચ હશે. આરસીબીની ટીમ ચેન્નાઈ પહોંચી ચુકી છે, પરંતુ તેના સ્વાગતને લઈ સીએસકેના કેપ્ટન એમએસધોનીની તૈયારી પહેલાથી જ શરુ છે.ધોની જે સ્વાગતની તૈયારીમાં જોડાયો છે. તેનું રોયલ ચેલેન્જર્સનું બેંગ્લોર પહોંચવા સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનની તૈયારી તો એ દિવસ આરસીબીના સ્વાગત માટે ચાલી રહી છે. જેને સીઝનની પહેલી મેચ રમવાની છે, શું ધોનીની તૈયારી ખાસ હશે. પરંતુ તે પહેલા આપણે એ જોઈ લઈએ કે, આરસીબીની ટીમનું ચેન્નાઈ એરપોર્ટ પર સ્વાગત કઈ રીતે થયું હતુ.આરસીબી એટલે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ જ્યારે ચેન્નાઈ પહોંચી તો એરપોર્ટ પર તેના માટે અને ખાસ કરીને વિરાટ કોહલી માટે ચાહકોનો ક્રેઝ અનોખો જોવા મળ્યો હતો. આખું એરપોર્ટ વિરાટ વિરાટના નામથી ગુંજી ઉઠ્યું હતુ. જોમાં ચુસ્ત સુરક્ષા સાથે વિરાટ કોહલી એરપોર્ટથી બહાર આવતો જોવા મળ્યો હતો.આરસીબીની ટીમ ચેન્નાઈ પહોંચી ચુકી છે. એમએસધોની 22 માર્ચના રોજ ચેપોર્ક પર તેના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.હાલમાં ધોનીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં તે મોટા મોટા શોર્ટ રમતો જોવા મળી રહ્યો છે. મેદાન પર પ્રેક્ટિસ સેશનનમાં પરસેવો પાડી રહ્યો છે.ધોનીનો ઈરાદો એવો છે કે, આઈપીએલ 2024ની શરુઆત ત્યાંથી જ કરવી છે. જ્યાંથી તેમણે આઈપીએલ 2023 છોડી હતી. જેના માટે ધોની તનતોડ મહેનત કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News