ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પહેલો બોલ રમી વિરાટ કોહલી આઈપીએલમાં મોટે રેકોર્ડ બનાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-22 13:14:28
  • Views : 465
  • Modified Date : 2024-03-22 13:14:28

આઈપીએલનો મહાકુંભ આજે 22 માર્ચથી શરુ થઈ રહ્યો છે. પહેલી મેચ ચેન્નાઈ અને બેંગ્લુરું વચ્ચે રમાશે. સીએસકેની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં છે. વિરાટ કોહલી તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. પુત્ર અકાયના જન્મ બાદ પહેલી મેચ રમી રહ્યો છે. ત્યારે તે સીએસકે વિરુદ્ધ પહેલા જ બોલમાં રન બનાવી ઈતિહાસ રચશે.વિરાટ કોહલીએ અત્યારસુધી ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ટી20 મેચમાં 999 રન બનાવ્યા છે. જેમાં વિરાટ દ્વારા ચેમ્પિયન લીગમાં બનાવેલા રન પણ સામેલ છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આજે રમાનારી મેચમાં તે પહેલા બોલ પર એક રન લઈ સીએસ કે વિરુદ્ધ ટી 20 મેચમાં 1000 રન પુરા કરી લેશે.વિરાટ કોહલીએ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 985 રન બનાવ્યા છે. જો આજે રમાનારી મેચમાં તે 15 રન વધુ બનાવી લે છે તો તે આઈપીએલમાં ચેન્નાઈ વિરુદ્ધ 1000 રન પુરા કરી લેશે. તે સીએસકે વિરુદ્ધ આઈપીએલમાં 1000થી વધુ રન બનાવનાર માત્ર બીજો બેટ્સમેન છે. આ પહેલા માત્ર શિખર ધવન આવું કરી શક્યો છે. ધવને આઈપીએલમાં સીએસકે વિરુદ્ધ 1057 રન બનાવ્યા છે.IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં શિખર ધવન- 1057 રન,વિરાટ કોહલી- 985 રન,રોહિત શર્મા- 791 રન,દિનેશ કાર્તિક- 675 રન,ડેવિડ વોર્નર- 644 રનવિરાટ કોહલી વર્ષ 2008થી આઈપીએલ રમી રહ્યો છે. તે આઈપીએલમાં 16 વર્ષમાં એક જ ટીમમાંથી રમનારો એકમાત્ર ખેલાડી છે. તેના નામે આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકાવવાનો પણ રેકોર્ડ છે. તેમણે આઈપીએલની 237 મેચમાં 7263 બનાવ્યા છે. જેમાં 7 સદી અને 50 અડધી સદી પણ સામેલ છે.

Download Our B K News Today App



Related News