વર્લ્ડ કપ ફાઈનલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ આવ્યા સામ-સામે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 15:14:21
  • Views : 102
  • Modified Date : 2023-11-20 15:14:21

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ટક્કર થઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો. આ મેચમાં ભારતે ટોસ હારી પહેલા બેટિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયાને 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ઓસ્ટ્રેલિયન ટીમે આસાનીથી હાંસલ કર્યો હતો અને છઠ્ઠી વાર ટ્રોફી પર કબજો કર્યો હતો.વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની ઈનિંગ દરમિયાન એક એવી ઘટના બની હતી જે બાદ બે સ્ટાર ખેલાડીઓ સામ સામે આવી ગયા હતા. જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ફિલ્ડિંગ કરી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીએ એવી હરકત કરી કે મામલો તંગ થઈ ગયો હતો.ભારતની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ઓવર સમાપ્ત થયા બાદ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે બોલને થ્રો કર્યો અને વિકેટ કીપર તરફ ફેંકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ બોલ વિરાટ કોહલીને લાગ્યો હતો, જે બાદ બંને સામ સામે આવી ગયા હતા.ગ્લેન મેક્સવેલે થ્રો કરેલ બોલને ક્રિઝ પર હાજર વિરાટ કોહલીએ તેના હાથ વડે રોકવો પડ્યો હતો અને બોલ તેના ગ્લોઉસને અડ્યો હતો. આ થ્રો જો વિરાટે ના રોક્યો હોત તો બોલ તેના શરીરના અન્ય ભાગ પર લાગ્યો હોત અને તે ઈજાગ્રસ્ત થઈ શક્યો હોત. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ ઘટના બાદ વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ બંને ખેલાડીઓ સામ સામે આવી ગયા હતા, જોકે બંને વચ્ચે કોઈ ખાસ બોલાચાલી કે હાથપાટ થઈ નહીં. મેક્સવેલ કોહલીને હાથ બતાવતો બતાવતો તેની પાસે ગયો અને બંને એકબીજાને મળી હસ્યા હતા અને એકબીજાને કઈંક કોમેન્ટ કરી હતી.

Download Our B K News Today App



Related News