તો બાલાકોટ જેવી સ્ટ્રાઈક માટે ભારતીય વાયુસેનાને વિમાનો મોકલવાની જરુર નહી રહે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 13:31:53
  • Views : 461
  • Modified Date : 2019-07-13 13:31:53

જો આ ડ્રોન તૈયાર થઈ ગયા તો વાયુસેનાને બાલાકોટ જેવી સ્ટ્રાઈક માટે પાયલોટ સાથે લડાકુ વિમાનો મોકલવાની જરુર નહી પડે.આ ડ્રોન બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને બેંગ્લોરની એક સ્ટાર્ટ કંપનીના સંશોધકો પ્રયત્નો કરી રહ્યા છે. બે વર્ષમાં આ ડ્રોન ભારતીય વાયુસેનાનો ભાગ પણ બની શકે છે.માનવરહિત ડ્રોન ભારતની વાયુસેના અને આર્મી પણ વાપરે છે. જોકે તે હથિયાર રહિત છે. જ્યારે ભારત હથિયારો સાથેના ડ્રોનને સેનામાં સામેલ કરવા વિચારણા કરી રહ્યુ છે. તેમાં પણ ભારત નવી સ્ટ્રેટેજી અપનાવવા માંગે છે. હળવા અને કદમાં નાના ડ્રોનને એકલ દોકલ નહી, પણ ઝુંડમાં જ હુમલો કરવા માટે મોકલવામાં આવે તેવી યોજના પર સંશોધકો કામ કરી રહ્યા છે. જેના કારણે દુશ્મન સીમામાં અમુક ડ્રોન તોડી પણ પાડવામાં આવે તો બાકીના ડ્રોન લક્ષ્યાંકનો સફાયો કરી શકે.ડ્રોનને પહેલા વિમાનમાં લઈ જવાશે અને ઉંચાઈ પરતી રિલિઝ કરાશે. તેમાં એવી બેટરી વાપરવામાં આવી રહી છે જે ડ્રોનને પ્રતિ કલાક 100 કિમીથી વધારે ઝડપ આપી શકે. આ બેટરી બે કલાક સુધી ચાલી શકશે. તમામ ડ્રોન ઈલેક્ટ્રોનિક ડેટા લિન્ક સાથે જોડાયેલા છે. જેમની પાસે પોતાની જાત જ મિસાઈલ પ્રણાલી, રડાર અને પાર્ક કરાયેલા વિમાનોને શોધી કાઢીને હુમલો કરવાની ક્ષમતા હશે.


Download Our B K News Today App



Related News