AN-32 વિમાન ક્રેશ સાઇટ પર પહોંચેલે ટીમે કર્યો મોટો ખુલાસો, 13માંથી.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 14:26:06
  • Views : 510
  • Modified Date : 2019-06-13 14:32:05

અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત કાર્ગો વિમાન AN-32માં સવાર તમામ 13 લોકોના મોત થયા છે. વિમાનનો કાટમાળ શોધવા પહોંચેલ બચાવ દળે તેની પુષ્ટિ કરી છે. આ દુ:ખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને તેની માહિતી આપવામાં આવી છે. આની પહેલાં 15 સભ્યનું બચાવ દળ આજે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચી હતી. કાટમાળના તપાસમાં આ બચાવ દળને એકપણ સભ્ય જીવતા મળ્યા નથી.આની પહેલાં વિમાનના કાટમાળ સુધી પહોંચવા માટે બુધવારના રોજ એક 15 સભ્યની ખાસ ટીમે હેલિડ્રોપ કર્યું હતું. આ ટીમમાં એરફોર્સ, આર્મીના જવાન અને પર્વતારોહી સામેલ હતા. બચાવ દળને પહેલાં એરલિફ્ટ કરીને કાટમાળની નજીક લઇ જવાયા અને પછી તેમને હેલિડ્રોપ કરાયા. આની પહેલાં મંગળવારના રોજ ભારતીય વાયુસેનાના ગુમ વિમાન AN-32નો કાટમાળ અરૂણાચલના સિયાંગ જિલ્લામાં દેખાયો હતો. અકસ્માતવાળો વિસ્તાર ખૂબ જ ઊંચાઇ અને અને ગાઢ જંગલની વચ્ચે છે. એવામાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું સૌથી પડકારરૂપ કામ હતું.

Download Our B K News Today App



Related News