'વિક્રમ વેધા' નું ટ્રેલર રિલીઝ, હૃતિક રોશન અને સૈફ અલી ખાન એકસાથે જોવા મલસે.

  • Published By :
  • Published Date : 2022-09-08 17:34:11
  • Views : 250
  • Modified Date : 2022-09-08 17:34:11

હૃતિક એક ગેંગ્સ્ટરની ભૂમિકામાં છે અને સૈફ અલી ખાન પોલીસ ઓફિસના રોલમાં છે. બંનેની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. સૈફને ફિલ્મમાં એક્શનની સાથે સાથે વણઉકેલાયેલી પહેલીઓને સોલ્વ કરતા જોઈ શકાય છે. ટ્રેલરથી ખબર પડે છે કે તેની કહાની સત્ય-અસત્યા અને જૂઠની લડાઈ છે. વિક્રમ વેધા સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મ પુષ્કર-ગાયત્રી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ 'વિક્રમ વેધા'ની સ્ટોરી વિશે વાત કરવામાં આવે તો પોલીસ અને ગેંગસ્ટરની વાર્તા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક સખ્ખત પોલીસના રોલમાં જ્યારે અને હૃતિક રોશન ગેંગસ્ટરના રોલમાં જોવા મળેછે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ વિક્રમ છે અને હૃતિક રોશનનું નામ વેધા છે. ટ્રેલરની શરૂઆત હૃતિક રોશનથી થાય છે. તેના પછી સૈફ અલી ખાનની ઝલક જોવા મળે છે. સાથે એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે, જે અંત સુધી લોકોને બાંધી રાખે છે. પછી હૃતિક એક ફાઈટ સીનમાં એક્શન બતાવતો જોવા મળી રહ્યો છે. આ રીતે તેની દંબગ બનવાની જર્ની જોવા મળે છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121