IT રેડ વિવાદમાંથી વિકાસ બહલ બહાર આવ્યો, 29 માર્ચથી અમિતાભ-રશ્મિકા મંદાના સાથે 'ગુડબાય'નું શૂટિંગ શરૂ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 12:51:43
  • Views : 308
  • Modified Date : 2021-03-19 12:51:43

    માર્ચ મહિનાની શરૂઆતમાં તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ તથા મધુ મન્ટેનાની સાથે સાથે ડિરેક્ટર વિકાસ બહલના ઘરે પણ આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. માનવામાં આવતું હતું કે જેમના ઘરે રેડ પડી છે, તેમની ફિલ્મનું શૂટિંગ લાંબા સમય સુધી અટકી પડશે. જોકે, આવું નથી. સૌ પહેલાં અનુરાગ કશ્યપે તાપસી સાથે ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ શરૂ કર્યું હતું. હવે વિકાસ પણ 29 માર્ચથી પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

    વિકાસ બહલની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. 'ગુડબાય' ફિલ્મનું ટેન્ટેટિવ ટાઈટલ છે. 29 માર્ચથી અંધેરી, મુંબઈના ચાંદીવલી સ્ટૂડિયોમાંથી શૂટિંગ શરૂ કરવામાં આવશે. શિડ્યૂઅલ 45 દિવસનું છે. આ જ ડેડલાઇનમાં આખી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી લેવામાં આવશે. ફિલ્મ ચંદીગઢના બેકડ્રોપમાં છે. ચાંદીવલી સ્ટૂડિયોમાં ચંદીગઢનો માહૌલ તૈયાર કરવામાં આવશે.

    અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા સૂત્રોના મતે, ફિલ્મમાં બિગ બીએ રિટાયર્ડ અધિકારીનો રોલ પ્લે કર્યો છે. પાત્રમાં તેમના પ્રોફેશન પર વધુ ફોકસ કરવામાં આવ્યું નથી. રશ્મિકા મંદાના દીકરીના રોલમાં છે. ફિલ્મમાં પિતા-દીકરીના સંબંધો પર ફોકસ કરવામાં આવ્યું છે.અમિતાભ બચ્ચન આ પહેલાં પિતા-પુત્રીના સંબંધો પર આધારિત 'પીકુ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તે દીપિકા પાદુકોણના પિતાના રોલમાં હતા. હવે 'ગુડબાય'માં રશ્મિકા મંદાનાના સિંગલ ફાધરના રોલમાં છે? જોકે, સૂત્રોએ આ અંગેની પુષ્ટિ કરી થી. આ ફિલ્મ 20 વર્ષ પાછળ ફ્લેશબેકમાં જાય છે. આ ફિલ્મ ફેમિલી ડ્રામા છે. ઉલ્લેખનીય છે કે અમિતાભે હાલમાં જ બંને આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે. મોતિયાના ઓપરેશન બાદ અમિતાભની આ પહેલી ફિલ્મ છે, જેનું તે શૂટિંગ શરૂ કરશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121