રાજ્યસભા અને લોકસભાના નથી સભ્ય, તેમ છતાં પણ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 18:03:13
  • Views : 618
  • Modified Date : 2019-05-31 18:04:06

અનુભવી અમલદાર તેમજ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિદેશ મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જયશંકરને ચીન અને અમેરિકાના મામલે નિષ્ણાત માનવામાં આવી રહ્યાં છે અને નવા વિદેશ મંત્રી તરીકે તેમના પર ખાસ ધ્યાન રહેશે કે તેઓ આ બંને મહત્વપૂર્ણ દેશ સાથે અને પાકિસ્તાન સાથે ડીલ કરવામાં ભારતના વલણને કેવી રીતે સમર્થન આપે છે.જયશંકરને આ મહત્વપૂર્ણ જવાબદારી તે સમયે આવવામાં આવી છે જ્યારે લગભગ 16 મહિના પહેલા જ તેઓ વિદેશ સેવાથી સેવાનિવૃત થયા છે. તેમના પર વૈશ્વિક સ્તરે ખાસકરી જી...20, શાંધાઈ સહયોગ સંગઠન અને બ્રિક્સ સંગઠન જેવા વૈશ્વિક મંચ પર ભારતના વૈશ્વિક પ્રભાવોને વધારવાની આશાઓને અમલમાં લાવવાની જવાબદારી પણ રહશે.તેમના નેતૃત્વમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન અને યૂરોપીયન સંઘ તથા પાડોશી દેશની સાથે વ્યાપાર તેમજ સક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર મંત્રાલયને મુખ્ય ભાર રહશે. જયશંકરની સમક્ષ એક અન્ય પડકાર પણ છે. જેમાં ચીન સાથે ભારતનાં સંબંધોને વધુ મજબૂત કરવા પર રહેશે. જે 2017ના મધ્યમાં ડોકલામ વિવાદ બાદ પ્રભાવિત થયા છે.

Download Our B K News Today App



Related News