ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ VIDEO....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 18:45:50
  • Views : 758
  • Modified Date : 2019-05-20 18:45:50

બોલિવૂડ એક્ટર અજય દેવગન, તબુ અને રકુલ પ્રીત સિંહની કોમેડી ફિલ્મ દે દે પ્યાર દે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું ગીત હાઉલી હાઉલી ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. ઇન્ટરનેટ પર આ ગીતનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે યુવાનો આ ગીત પર ડાન્સ કરીને એના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. આ ગીત પર યુએસએની દીપ બ્રાર નામની એક યુવતીનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે. આ વીડિયોને Deep Brar નામની યુ ટ્યૂબ ચેનલ દ્વારા આ મહિનાની 15 તારીખે અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વીડિયો અત્યાર સુધી 549,264 વાર જોવાઈ ચુક્યો છે. દીપ બ્રારે આ ગીત પર એક નાનકડા બાળક સાથે મળીને ડાન્સ કર્યો છે અને લોકોને આ આઇડિયા બહુ પસંદ પડ્યો છે. યુએસએની દીપ બ્રાર નામની યુવતી ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય છે. તે મોટાભાગે ભારતીય ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે અને તેના વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયા છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118