રણજી ટ્રોફીની ફાઈનલમાં વિદર્ભ કેપ્ટન અક્ષય વાડકરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 16:55:20
  • Views : 81
  • Modified Date : 2024-03-10 16:55:20

રણજી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈ સામે વિદર્ભનો મોટો પડકાર છે. બંન્ને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને સામને છે. આ મેચમાં વિદર્ભની ટીમનો કેપ્ટન અક્ષય વાડકરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે અજિક્ય રહાણેની આગેવાની મુંબઈ પહેલા બેટિંગ કરી હતી અને મુંબઈની ટીમે પહેલી ઈનિગ્સમાં 224 રનનો સ્કોર પર ઓલઆઉટ થઈ છે. મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 75 રનની ઈનિગ્સ રમી હતી. શાર્દુલે 69 બોલમાં 8 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 75 રન બનાવ્યા છે.તે પોતાની ટીમનો હાઈ સ્કોરર રહ્યો હતો. પૃથ્વી શોએ 43 રનનું યોગદાન આપ્યું હતુ.,પૃથ્વી શો 46 ભૂપેન લાલવાની 37 વચ્ચે પહેલી વિકેટ માટે 81 રનની પાર્ટનરશીપ થઈ હતી.પૃથ્વી શો અડધી સદીથી ચૂકી ગયો છે. તો અય્યર 7 રન અને રહાણે 7 રન સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. સ્પિનર હર્ષ દુબે અને યશ ઠાકુરે 3-3 વિકેટ લીધી છે. ઉમેશ યાદવને 2 સફળતા મળી છે તો આદિત્ય ઠાકરે પણ પોતાના ખાતામાં 1 વિકેટ લીધી હતી.તમને જણાવી દઈએ કે, રણજી ટ્રોફીના ઈતિહાસમાં મુંબઈ 41 વખતની ચેમ્પિયન છે જ્યારે વિદર્ભે માત્ર 2 વખત ચેમ્પિયન બની છે. વિદર્ભ સેમિફાઈનલમાં મધ્યપ્રદેશને 62 રનથી હાર આપી ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું હતુ. તો મુંબઈએ સેમિફાઈનલમાં તમિલનાડુને હાર આપી હતી. આ રણજી ટ્રોફીની 48મી ફાઈનલ છે અને 41 વખત મુંબઈએ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. આ ખિતાબ જીતવામાં સૂર્યકુમાર યાદવ અને સરફરાઝ ખાન મુંબઈની ટીમનો ભાગ નથી કારણ કે, સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત છે અને સરફરાઝ ખાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમનો ભાગ હતા.25 વર્ષનો ફાસ્ટ બોલર યશ ઠાકુરે પોતાની બોલિગથી સૌનું દિલ જીતી લીધું છે. તેમણે રણજી ટ્રોફી 2024ની ફાઈનલમાં મુંબઈ વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી હતી. યશે એક નહિ પરંતુ 3 વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે, યશને ડોમેસ્ટ્રિક ક્રિકેટનો શાનદાર અનુભવ છે. તેમણે અત્યારસુધી પોતાના કરિયરમાં 21 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

Download Our B K News Today App



Related News