વિકી કૌશલ અને કૃતિ સેનનને શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીનો એવોર્ડ, બોલિવુડની આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 11:30:05
  • Views : 306
  • Modified Date : 2022-06-05 11:30:05


વિકી કૌશલ અને કૃતિ સેનનને શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીનો એવોર્ડ, બોલિવુડની આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ


IIFA એવોર્ડ 2022નું શાનદાર સમાપન થઇ ચૂક્યુ છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી અવોર્ડ 2 જૂનથી શરૂ થઇને 4 જૂન સુધી ચાલ્યો. આ 3 દિવસના કાર્યક્રમમાં ટીવી સ્ટારથી લઇને બોલિવુ઼ડ સેલિબ્રીટીઓનો જમાવડો જોવા મળ્યો હતો.  જો કે આ એવોર્ડમાં સૌ કોઇની ઉત્સૂકતા એ હતી કે આઇફામાં બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો અવોર્ડ કોને મળશે. ત્યારે આ આતુરતાનો પણ અંતે અંત આવી જ ગયો. આ વર્ષે આઇફા 2022નો બેસ્ટ એક્ટરનો એવોર્ડ વિકી કૌશલે પોતાના નામે કર્યો છે જ્યારે કૃતિ સેનનને આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી છે.


આ ઉપરાંત અલગ અલગ કેટેગરીમાં અહાન શેટ્ટી, અસીસ કૌર, એઆર રહેમાન, કબીર ખાન જેવા સેલેબ્સને પણ એવોર્ડ મળ્યા.   મહત્વનું છે કે આ વર્ષે દુબઇમાં આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા.  સલમાન ખાન, શાહિદ કપૂર, વિકી કૌશલ, કૃતિ સેનન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અનન્યા પાંડે, સારા અલી ખાન, એઆર રહેમાન, ટાઈગર શ્રોફ, નોરા ફતેહી, યો યો હની સિંહ, પંકજ ત્રિપાઠી અને તમામ સ્ટાર્સ સામેલ હતા.


વિજેતાઓની યાદીમાં સિદ્ધાર્થની ફિલ્મ શેરશાહનું નામ પણ જોડાયું હતું. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ગયા વર્ષે 2021માં આવી હતી, જે કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત હતી. તો બેસ્ટ ફિલ્મ ડાયરેક્ટરનો એવોર્ડ વિષ્ણુ વર્ધનને મળ્યો હતો.


શ્રેષ્ઠ ફિલ્મ - શેરશાહ


શ્રેષ્ઠ ડિરેક્ટર - વિષ્ણુ વર્ધન, શેરશાહ માટે 


 શ્રેષ્ઠ અભિનેતા - સરદાર ઉધમ માટે વિકી કૌશલ


 શ્રેષ્ઠ અભિનેત્રી - મિમી માટે કૃતિ સેનન


સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - લુડો માટે પંકજ ત્રિપાઠી 


સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી - મિમી માટે સાઈ તામ્હંકર


બેસ્ટ ડેબ્યુ મેલ - અહાન શેટ્ટી ફોર તડપ 


બેસ્ટ ડેબ્યુ ફીમેલ - શર્વરી વાઘ, બંટી ઔર બબલી 2 


શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (મેલ) - જુબીન નૌટિયાલ, રાતા લંબિયા, ફિલ્મ-શેરશાહ 


શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (ફિમેલ) - અસીસ કૌર,  રતન લંબિયા, ફિલ્મ શેરશાહ


શ્રેષ્ઠ સંગીત - એ.આર રહેમાન ફિલ્મ અતરંગી રે માટે


તનીશ બાગચી, જસલીન રોયલ, જાવેદ-મોહસીન, વિક્રમ મોન્ટ્રોઝ, બી પ્રોક, જાની ફિલ્મ શેરશાહ માટે 


શ્રેષ્ઠ ગીત - કૌસર મુનીર ( લેહરા દો, 83)


બેસ્ટ સ્ટોરી ઓરિજિન  – લુડો માટે અનુરાગ બાસુ 


 


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138