વિકી કૌશલ અને કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી, અભિનેતાએ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ફરીયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-25 11:54:54
  • Views : 299
  • Modified Date : 2022-07-25 11:54:54

વિકી કૌશલ અને કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી, અભિનેતાએ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ફરીયાદ

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલામાં વિકી કૌશલે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. પોલીસ વિકી કૌશલની ફરિયાદના આધારે આ મામલે તપાસ કરી રહી છે.

વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયા હતા. 16 જુલાઈએ કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો. ત્યાંથી બંને સ્ટાર્સની ઘણી ખાસ તસવીરો પણ સામે આવી હતી.

 

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139