વાયનાડ બેઠક ઃ હાઇ પ્રોફાઇલ સીટ ઉપર રાહુલ ગાંધી ફેવરીટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 09:24:02
  • Views : 548
  • Modified Date : 2019-04-05 09:24:02

વાયનાડ બેઠક ઃ હાઇ પ્રોફાઇલ સીટ ઉપર રાહુલ ગાંધી ફેવરીટ

હાઈપ્રોફાઇલ બની ગયેલી કેરળની વાયનાડ સીટ પર રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા બાદ આને લઇને જારદાર રાજકીય ગરમી વધી ગઇ છે. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુÂસ્લમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે. આવી Âસ્થતિમાં કોંગ્રેસ માટે આ
સુરક્ષિત સીટ દેખાઇ રહી છે. યુડીએફની બીજી સૌથી મોટી ભાગીદાર ઇÂન્ડયન યુનિયન મુÂસ્લમ લીગ આ ક્ષેત્રમાં સારા પ્રભાવમાં છે. વાયનાડ જિલ્લામાં હિન્દુ વસ્તી ૪૯.૭ ટકાની આસપાસ છે. જ્યારે ખ્રિસ્તી અને મુÂસ્લમ સમુદાયના લોકોક્રમશ ૨૧.૫ અન ૨૮.૮ ટકાની આસપાસ છે. જા કે મલપ્પુરમમાં ૭૦.૪ ટકા મુÂસ્લમ વસ્તી છે. અહીં ૨૭.૫ ટકા હિન્દુ વસ્તી છે. બે ટકા ખ્રિસ્તી સમુદાયના લોકો છે. વાયનાડ લોકસભા ક્ષેત્રમાં કુલ સવા ૧૩ લાખ વોટરો પૈકી ૫૬ ટકા વોટર તો મુÂસ્લમ છે. કોંગ્રેસને આશા છે કે અહીંથી રાહુલ ગાંધીને ઉતારી દેવામાં આવ્યા બાદ પાર્ટીની Âસ્થતિ વધારે મજબુત થશે. તેમને લઘુમતિ સમુદાયના એકતરફી મત મળનાર છે. મુÂસ્લમ સમુદાયના લોકો રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન તરીકે જાવા માટે ઉત્સુક છે. કેરળમાં
ભાજપના સાથી પક્ષ ભારત ધર્મ જનસેનાના અધ્યક્ષ આ બેઠક પરથી રાહુલ ગાંધીની સામે મેદાનમાં ઉતરી રહ્યા છે.વાયનાડથી લોકસભા ચૂંટણી લડવાના રાહુલના નિર્ણય બાદ આને લઇને રાજકીય ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. ઉત્તરીય કેરળમાં Âસ્થત વાયનાડ સીટ કોંગ્રેસ માટે ગઢ સમાન છે. ૨૦૦૯માં ચૂંટણી પહેલા સીમાંકનના પરિણામ સ્વરુપે બનેલી આ સીટમાં પ્રથમ ચૂંટણીમાં એમઆઈ સાનાવાસે ૧.૫૩ લાખ મતેથી જીત મેળવી હતી. ૨૦૧૪માં પણ તેઓ ફરી જીત્યા હતા પરંતુ જીત માટેનું અંતર ૨૦ હજાર રહ્યું હતું. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં વાયનાડ અને મલપ્પુરમની ત્રણ-ત્રણ વિધાનસભા સીટો અને કોઝીકોડેની એક  વિધાનસભા ક્ષેત્રમાં મુÂસ્લમ લીગ એક મોટી તાકાત તરીકે છે.

Download Our B K News Today App



Related News