વરુણ ધવનના એક્શન સીનની મજાક ઉડી રહી છે, સોશિયલ મીડિયા યુઝરે લખ્યું- આજે ન્યુટનનો આત્મા મરી ગયો હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 12:30:15
  • Views : 347
  • Modified Date : 2020-12-26 12:30:15

    રુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર 'કૂલી નં. 1 ' શુક્રવારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ. ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને લઈને ક્રિટિક્સમાં નિરાશાજનક જોવા મળી છે અને ઓડિયન્સનો પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને મજાક ઉડી રહી છે. તેના એક એક્સન સિનને લઈને ઈન્ટરનેટ પર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.સિન પ્રમાણે, ફોન પર વાત કરી રહેલી એક મહિલાનું બાળક રમકડું લેવાના ચક્કરમાં રેલવેના પાટા પર પહોંચી જાય છે અને ત્યાં જ રમવા લાગે છે. એટલામાં જ એક ટ્રેન આવતી જોવા મળે છે અને બાળકને લઈને સ્ટેશન પર હાજર લોકોમાં હોબાળો મચી જાય છે. વરુણ ધવન બાળકને બચાવવા માટે સવબે પરથી કૂદકો લગાવીને સ્પીડમાં આવી રહેલી ટ્રેન પર કૂદી જાય છે. બાદમાં ડબ્બાની ઉપર દોડે છે અને એન્જિનની એકદમ સામે આવી કૂદીને બાળકને બચાવી લે છે, જે ભૌતિકશાસ્ત્ર અનુસાર શક્ય નથી. આ વાત ઓડિયન્સને હજમ નથી થઈ રહી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120