અનિલ કપૂર, નીતુ સિંહ, વરુણ ધવન તથા ફિલ્મ ડિરેક્ટર રાજ મહેતા પોઝિટિવ હોવાની ચર્ચા, ફિલ્મ 'જુગ જુગ જિયો'નું શૂટિંગ અટકાવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 16:15:52
  • Views : 363
  • Modified Date : 2020-12-04 16:32:14

    બોલિવૂડ સ્ટાર્સે કોરોનાની ગાઈડલાઈન્સ સાથે શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે આ દરમિયાન પહેલી જ વાર ફિલ્મના સેટ પર મુખ્ય કલાકારોને કોરોના થયો હોય એવો બનાવ બન્યો છે. અનિલ કપૂર, વરુણ ધવન, નીતુ સિંહ તથા ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા કોરોના પોઝિટિવ હોય એમ માનવામાં આવે છે. આ ચારેય 'જુગ જુગ જિયો'નું શૂટિંગ કરવા માટે ચંદીગઢ ગયાં હતાં. ફિલ્મનું શૂટિંગ ગયા મહિને ધનતેરસના દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું.ફિલ્મની ટીમે આ ત્રણેય કલાકારો તથા ડિરેક્ટરને કોરોના થયો હોય એવું ઓફિશિયલ કન્ફર્મ કર્યું નથી. જોકે ગઈકાલ સાંજે (3 ડિસેમ્બર) કોરોના રિપોર્ટ આવ્યો હતો અને ચારેય પોઝિટિવ આવ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલાં સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલમાં શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આજ બપોર સુધી ફિલ્મની ટીમ આ અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરશે.

    જુગ જુગ જિયો'માં નીતુ ઉપરાંત અનિલ કપૂર, વરુણ ધવન તથા કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ફિલ્મને 'ગુડ ન્યૂઝ' ફૅમ રાજ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે. રિશી કપૂરના નિધન બાદ નીતુની આ પહેલી ફિલ્મ છે.અનુપમે પોસ્ટ કરીને કહ્યું હતું, 'પ્રિય નીતુ, ગઈ રાત્રે ચંદીગઢમાં રિશીજી વગર તમારી સાથે મુલાકાત થઈ અને તેને કારણે ન્યૂ યોર્કની યાદ તાજી થઈ ગઈ. આપણે સાથે રડ્યાં અને એ આંસુઓએ એ ક્ષણોને વધુ સ્ટ્રોંગ બનાવી દીધી. આ ફોટો યાદ અપાવે છે કે રિશીનું વ્યક્તિત્વ જીવનથી ઘણું જ મોટું હતું. તમારું કામ જોઈને હું ખુશ થયો. આ કરીને તમે તેમને (રિશી) દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ બનાવી દીધા. અમે, અમારા મિત્ર હંમેશાં તમારી સાથે છીએ. કેટલાક સંબંધો ટેપ રેકોર્ડરના પોઝ બટન જેવા હોય છે, જેને તમે જ્યાં છોડીને જાઓ છો એ ફરી પાછાં ત્યાંથી શરૂ થઈ જાય છે, પ્રેમ તથા પ્રાર્થનાઓ.'અનુપમ ખેરે પોસ્ટની સાથે જે તસવીર શૅર કરી છે એ ગયા વર્ષે ન્યૂ યોર્કમાં ક્લિક કરવામાં આવી હતી. તસવીરમાં અનુપમ ખેર, રિશી કપૂર, નીતુ સિંહ ઉપરાંત રિતેશ દેશમુખ તથા જેનેલિયા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું.

    ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ઘણા સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. સિંગર કનિકા કપૂર, અમિતાભ-અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય-આરાધ્યા બચ્ચન, અનુપમ ખેરની માતા તથા ભાઈ-ભાભી-ભત્રીજી, નસરુદ્દીન શાહનો દીકરો વિવાન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, જેનેલિયા ડિસોઝા સહિતનાં સેલેબ્સે કોરોનાને માત આપી હતી. હાલમાં જ સની દેઓલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે સેલ્ફ આઈસોલેશનમાં છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119