વરુણ ધવન તથા નતાશા દલાલ બપોરે 12.30 વાગે અલીબાગમાં ફેરા ફરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 11:42:07
  • Views : 422
  • Modified Date : 2021-01-24 11:42:07

    વરુણ તથા નતાશાના લગ્ન પંજાબી રીત રિવાજથી થવાના છે. લગ્નના દિવસે સવારે નતાશા દલાલની ચૂડા તથા કલીરે સેરેમની યોજાઈ હતી. આ વિધિમાં નતાશાના મામા-મામીએ તેને લગ્ન ચૂડો પહેરાવ્યો હતો, જેમાં નતાશાના પરિવારના સભ્યો સૌ પહેલાં આ લગ્નચૂડાને સ્પર્શ કરીને દુલ્હનને નવા જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ મામા-મામીએ નતાશાને લગ્નચૂડો પહેરાવ્યો હતો અને પછી નતાશાએ કલીરે પહેર્યા હતા.વરુણ ધવને બેચલર પાર્ટી બાદ કોકટેલ પાર્ટી માણી હતી. આ પાર્ટીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ છે. આ તસવીરમાં વરુણ ધવન ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, ભાઈ રોહિત ધવન, ડિરેક્ટર કુનાલ કોહલી સહિત મિત્રો તથા સંબંધીઓ સાથે જોવા મળ્યો હતો.

    વરુણે 22 જાન્યુઆરીના રોજ અલીબાગમાં જ બેચલર પાર્ટી એન્જોય કરી હતી. ધ મેન્શન હાઉસની નજીકમાં જ આવેલી હોટલમાં વરુણે નિકટના મિત્રો સાથે પાર્ટીની મજા કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્ટી વહેલી સવાર સુધી ચાલી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નતાશા દલાલ નથી ઈચ્છતી કે સોશિયલ મીડિયામાં તેમના લગ્નના કે પછી કોઈ પણ સેરેમીનીની તસવીરો વાઈરલ થાય. આથી જ નતાશાએ 'નો ફોન પોલિસી'નો કડક અમલ થાય તેવી સૂચના વેડિંગ પ્લાનરને આપી દીધી છે. આટલું જ નહીં હોટલના સ્ટાફ તથા ઘરનો સ્ટાફ પણ લગ્નમાં હશે. તેમના ફોન શુક્રવાર, 22 જાન્યુઆરીના રોજ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમને લગ્નના ફંક્શન પૂરા થયા બાદ જ ફોન આપવામાં આવશે.લગ્નમાં સામેલ થનાર દરેકે દરેક વ્યક્તિએ પોતાનો કોવિડ 19નો રિપોર્ટ વેડિંગ પ્લાનર પાસે જમા કરાવવાનો રહેશે. આટલું જ નહીં લગ્નના સ્થળ પર થોડાં થોડાં અંતરે માસ્ક-સેનિટાઈઝર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સામાનને ડિસઈન્ફેક્ટિંગ કરવા માટે મેન્શનમાં દરેક જગ્યાએ UVC (અલ્ટ્રાવાયોલેટ) મૂકવામાં આવ્યા છે.

    ગુજરાતી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા શુક્રવાર, 22 જાન્યુઆરીના રોજ અલીબાગમાં જોવા મળ્યા હતા. વીણા નાગડા બોલિવૂડ મહેંદી ક્વીન તરીકે લોકપ્રિય છે. તેમણે અનેક બોલિવૂડ સેલેબ્સના લગ્નમાં મહેંદી મૂકી છે. વરુણ ધવનના લગ્નમાં પણ નતાશા દલાલના હાથમાં વીણા નાગડાએ જ મહેંદી મૂકી છે.




Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140