વરસાદ-વાવાઝોડુ : મોતનો આંકડો વધીને ૬૬ થઇ ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 06:22:08
  • Views : 554
  • Modified Date : 2019-04-19 06:22:08

એમપીમાં ૨૧, ગુજરાતમાં ૧૦ તેમજ મહારાષ્ટ્‌માં ત્રણ લોકોના મોત  વરસાદ, તોફાન કરા પડવા માટે ચેતવણીનવી દિલ્હીદેશના જુદા જુદા ભાગોમાં છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ,  પ્રચંડ વાવાઝોડા અને આંધી તોફાન સાથે સંબંધિત બનાવોમાં હજુ સુધી ૬૬ લોકોના મોત થઇ ચુક્યા છે. સૌથી વધારે રાજસ્થાનમાં ૨૫થી વધારે લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં ૨૧ અને ગુજરાતમાં ૧૦ તેમજ મહારાષ્ટ્‌માં ત્રણ લોકોના મોત થયા છે. બીજી બાજુ વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી હજુ પણ અકબંધ રાખવામાં આવી છે જેથી ઘાત સંપૂર્ણપણે ટળી નથી. રાજ્યોમાં પાકને ભારે નુકસાન થયુ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી સ્થતિ બાદ હજુ પણ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આંધી તૂફાન અનેવરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા,ચંદીગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જારદાર પવન ફુંકાવવાની સાથે સાથે વરસાદ પડી શકે છે.  હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વય રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દરિયા કાંઠાના કર્ણાટક, તમિળનાડુમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.


Download Our B K News Today App



Related News