તમિળનાડુ- પુડ્ડુચેરીમાં ભારે વરસાદ-તોફાનનુ ફરી સંકટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 04:45:56
  • Views : 508
  • Modified Date : 2019-04-26 04:45:56

દેશભરમાં હવામાનના જુદા જુદા રૂપ જાવા મળી રહ્યા છે. એકબાજુ કાશ્મીરમાં વરસાદ થયો છે જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કાતિલ ગરમી પડી રહ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં ધુળ ભરેલ આંધી ચાલી શકે છે. બીજા બાજુ તમિળનાડુમાં પ્રચંડ ચક્રવાતની ચેતવણી જારી કરવામાં આવી છે. તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં તોફાનનો ખતરો તોળાઇ રહ્યો છે. આગામી દિવસોમાં બંનેન રાજ્યોમાં ભારે વરસાદની સાથે સાથે વાવાઝોડાનો ખતરો છે. પશ્ચિમોત્તર ભારતના પશ્ચિમી રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ગરમ હવાની સાથે સાથે કેટલાક ભાગોમાં લોકોની હાલત કફોડી બનેલી છે. પારો ખુબ ઉંચે પહોંચી ગયો છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે આ વિસ્તારોમાં લુની સાથે સાથે ધુળ ભરેલી આંધી ચાલશે. ઉત્તરીય રાજ્યોમાં સતત તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ચેન્નાઇ હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે બંગાળના અખાતમાં દક્ષિણ પશ્ચિમમાં એક હળવા દબાણની Âસ્થતિ સર્જાઇ રહી છે. જેના કારણે ચક્રવાતની Âસ્થતી સર્જાઇ શકે છે. આ ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવના છે. આની તીવ્રતા સતત ૨૭મી એપ્રિલના દિવસ સુધી વધનાર છે. આ કારણસર તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં દરિયા કાઠાના વિસ્તારોમાં ૨૯મી એપ્રિલ સુધી ભારે વરસાદ થઇ શકે છે. આ તોફાનની અસર મુખ્ય રીતે ૨૯મી એપ્રિલ અને ૩૦મી એપ્રિલ સુધી મધ્ય અને બંગાળના પૂર્વીય અખાત ક્ષેત્રમાં જાવા મળી શકે છે. પહેલી મેના દિવસે આ તોફાનની અસર મ્યાનમાર અને બાંગલાદેશમાં જાવા મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન  જવા માટેની ચેતવણી આપી દીધી છે. 


Download Our B K News Today App



Related News