હિમાચલ BJPમાં ટિકિટ વહેંચણી મુદ્દે હોબાળો : 40 વર્ષમાં પહેલીવાર ઉમેદવારોની પસંદગી માટે મતદાન કરાયું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-16 14:55:07
  • Views : 239
  • Modified Date : 2022-10-16 14:55:07

    હિમાચલ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારને ફાઈનલ કરવા માટે ભાજપમાં ખેલ ચાલી રહ્યો છે. ટિકિટ આપવા માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, પરંતુ 40 વર્ષમાં પ્રથમ વખત ભાજપે ચૂંટણી ઉમેદવારને પસંદ કરવા માટે મતદાનની પ્રક્રિયા અપનાવી છે અને મતાધિકારના અભાવે કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે વોટિંગ દરમિયાન મહિલા કાર્યકરોને હમીરપુર સંસદીય બેઠકમાંથી બહાર કાઢવામાં આવી હતી.ચૂંટણીની અચાનક જાહેરાત બાદ ભાજપમાં ચૂંટણી ઉમેદવાર નક્કી કરવા માટે ખળભળાટ મચી ગયો છે. તેથી જ આજે અચાનક ભાજપે ચાર સંસદીય ક્ષેત્ર સિમલા, મંડી, હમીરપુર, કાંગડામાં બેઠક બોલાવી હતી. મહત્ત્વની વાત એ છે કે 4 હેલિકોપ્ટર દિલ્હીથી દરેક સંસદીય ક્ષેત્ર માટેની મતપેટીઓ લઈને આવ્યા અને મતદાન બાદ હેલિકોપ્ટર દિલ્હી જવા માટે ઉડાન ભરશે.પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદવારોનાં નામ મતદાન દ્વારા નક્કી કરવામાં આવશે. મતદાનમાં ભાગ લેનાર પદાધિકારીઓ અને અન્ય લોકો માટે 3-3 નામ સૂચવવામાં આવ્યાં છે. તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રમાણે મત આપવાનો હોય છે, કારણ કે આ તમામ કામ ખૂબ જ અસ્તવ્યસ્ત અને ઉતાવળમાં થઈ રહ્યું છે, જેથી હોબાળો મચી ગયો છે.પીએમએ પોતે મોરચો સંભાળ્યો છે તો સરપ્રાઈઝ મળશે જ હિમાચલ ચૂંટણી જંગમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે. અમિત શાહ અને જેપી નડ્ડાને સાથે રાખવામાં આવ્યા છે, તો આવી સ્થિતિમાં ત્રણેય તરફથી સરપ્રાઈઝ મળવાનું જ છે. વડાપ્રધાને જે રીતે 20 દિવસમાં 3 ઝડપી રેલીઓ કરી છે તે જોતા લાગે છે કે હિમાચલમાં ભાજપ પીએમ મોદીના નામે ચૂંટણી લડી રહ્યું છે. ભાજપ તેની 5 વર્ષની ઉપલબ્ધિઓ ગણવાને બદલે પીએમ મોદી પર નિર્ભર હોય તેવું લાગી રહ્યું છે.

 

 

 

 

Download Our B K News Today App



Related News