UP પોલીસની ટીમ મુંબઈમાં, વેબ સિરીઝના પ્રોડ્યૂસર-ડિરેક્ટર-રાઈટર તથા એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના હેડની પૂછપરછ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 12:48:57
  • Views : 387
  • Modified Date : 2021-01-20 12:48:57

    ઉત્તર પ્રદેશ પોલીસની ચાર સભ્યોની ટીમ મુંબઈ આવી ગઈ છે. તેઓ આજે એટલે કે 20 જાન્યુઆરીના રોજ વેબ સિરીઝ 'તાંડવ'ના મેકર્સની પૂછપરછ કરી શકે છે. 'તાંડવ' પર અલગ અલગ જગ્યાએ કેસ કરવામાં આવ્યા છે, જેમાં ડિરેક્ટર અલી અબ્બાસ, એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના પ્રમુખ અપર્ણા પુરોહિત, પ્રોડ્યૂસર હિમાંશુ ક્રિષ્ણ મહેરા તથા રાઈટર ગૌરવ સોલંકી સામેલ છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશની પોલીસ બુધવાર (20 જાન્યુઆરી)ના રોજ સવારે ટ્રેનથી મુંબઈ આવી છે. ધુમ્મસ હોવાને કારણે પોલીસ કારમાં આવવાને બદલે ટ્રેનમાં આવવાનું પસંદ કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં 'તાંડવ' વિરુદ્ધ અલગ-અલગ જગ્યાએથી FIR કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશથી આવેલી પોલીસ ટીમને લખનઉની હઝરતગંજ કોતવાલીના ઈન્સ્પેક્ટર અનિલ સિંહ લીડ કરે છે.

    પોલીસ FIRમાં જે ચારના નામ છે (ડિરેક્ટર, પ્રોડ્યૂસર, રાઈટર તથા એમેઝોન પ્રાઈમ વીડિયાના હેડ) તે તમામના ઘરે થશે. તેમની સાથેની પૂછપરછમાં અન્ય લોકોના નામની જાણકારી મેળશે. માનવામાં આવે છે કે જે દૃશ્યથી લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે, તેમની વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી કરશે.ડિરેક્ટર અલીએ બેવાર માફી માગી હતી. હવે તેણે કહ્યું હતું કે ઝીશાનના જે સીનને કારણે વિવાદ થયો હતો તેમાં ફેરફાર કરવામાં આવશે.સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, મોહમ્મદ ઝીશાન અયૂબ, સુનીલ ગ્રોવર, કૃતિકા કામરા જેવા સ્ટાર્સ 'તાંડવ'માં છે. આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ છે. સિરીઝ સ્ટ્રીમ થઈ પછી ઝીશાને ભગવાન શિવની મજાક ઉડાવી હોય તેવો એક સીન વાઈરલ થયો હતો. આ સીનમાં ઝીશાન ભગવાન શિવના રોલમાં જોવા મળે છે અને તેણે ગાળો પણ બોલી હતી. આ ઉપરાંત સિરીઝ પર JNUની કથિત ટુકડે ટુકડે ગેંગનો મહિમા ગાન કર્યું હોવાનો આક્ષેપ પણ છે.




Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140