ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, ગૌરવ અને હિમાંશુએ યુપી પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 11:51:00
  • Views : 344
  • Modified Date : 2021-01-23 11:51:00

    યુપી પોલીસની આ જ ટીમ એક દિવસ પહેલાં અલીના ઘરેથી ખાલી હાથ પરત ફરી હતી. તેમને અલી ઘરે મળ્યા ન હતા, માટે તેના ઘર પર નોટિસ લગાવી દેવામાં આવી હતી. નોટિસમાં અલીને 27 જાન્યુઆરીએ તપાસ અધિકારી સામે હાજર રહેવાનું લખવામાં આવ્યું હતું. તેના ઘરે તાળું લાગ્યું હતું અને અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતું. માટે નોટિસ તેના ઘરની બહાર લગાવી દેવાઈ.તાંડવમાં જિશાન અયુબ પર પિક્ચરાઇઝ કરવામાં આવેલા સીનને લઈને વિવાદ થતા યુપીના લખનઉમાં હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એમેઝોનના કન્ટેન્ટ હેડ, સિરીઝના ડિરેક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર સહિત ઘણા લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે અલી અબ્બાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માફી પણ માગી છે.

    તાંડવનો વિવાદિત સીન હટાવી લેવામાં આવ્યો છે. એમેઝોન પ્રાઈમ દ્વારા આ નિર્ણય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી સાથે થયેલી બે વખતની મીટિંગ બાદ લેવામાં આવ્યો હતો. જોકે બોમ્બે હાઇકોર્ટે વેબસિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યુસર હિમાંશુ મેહરા, રાઇટર ગૌરવ સોલંકી અને એમેઝોનના કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિતને આગોતરા જામીન આપી દીધા છે. આરોપી બનાવવામાં આવેલા બધા લોકોને આગામી ત્રણ અઠવાડિયા સુધીનો સમય મળ્યો છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140