ડોક્ટર્સ માટે 10 વર્ષ નોકરી કરવી ફરજિયાત, આ પહેલાં જોબ છોડવી હોય તો સરકારને એક કરોડ રૂપિયા આપવા પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 17:41:35
  • Views : 735
  • Modified Date : 2020-12-12 17:41:35

    કોરોના મહામારી વચ્ચે ઉત્તરપ્રદેશના ડોક્ટર્સ માટે CM યોગી આદિત્યનાથે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મેડિકલની નવી ગાઈડલાઈન્સ હેઠળ પીજી કર્યા પછી ડોક્ટર્સે ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં સેવા આપવી પડશે. સ્વાસ્થ્ય વિભાગે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે જોઈ કોઈ અધવચ્ચે નોકરી છોડવા માગે તો તેને એક કરોડ રૂપિયાની રકમ દંડ તરીકે ઉત્તરપ્રદેશ સરકારને આપવી પડશે.

    નવી ગાઈડલાઈન્સના નિર્ણયમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અભ્યાસ પૂરો કર્યા પછી ડોક્ટર્સે તાત્કાલિક નોકરીમાં જોડાવું પડશે. આ ઉપરાંત પીજી પછી સરકારી ડોક્ટર્સના સિનિયર રેસિડેન્સીમાં રોકાવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે વિભાગ તરફથી આ સંબંધમાં NOC જાહેર કરવામાં નહીં આવે.નવી મેડિકલ ગાઈડલાઈન્સમાં જો કોઈ ડોક્ટર અધવચ્ચે જ પીજી છોડી દેશે તો તેને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાશે. આ ત્રણ વર્ષમાં તે ફરી એડમિશન નહીં લઈ શકે. આ પહેલાં શુક્રવારે દેશભરમાં ડોક્ટર્સે હડતાળ કરી હતી. આયુર્વેદ વિદ્યાર્થીઓને સર્જરી કરવાની મંજૂરી મળવાના નિર્ણય વિરુદ્ધ દેશભરમાં ડોક્ટર્સની હડતાળ છે. આ પહેલાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના નેતૃત્વમાં વિરોધપ્રદર્શન થયું હતું.

    ઉત્તરપ્રદેશનાં ગામેગામમાં પ્રાથમિક અને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખૂલ્યાં છે. આ કેન્દ્ર ડોક્ટર્સની અછતથી ઝઝૂમી રહ્યાં છે. ઘણાં સ્વાસ્થ્ય કેન્દ્ર ફાર્માસિસ્ટ તો ઘણા અન્ય કર્મચારીઓના વિશ્વાસે ચાલી રહ્યાં છે. આ ઉપરાંત જિલ્લા મુખ્યાલયો પર બનાવાયેલી હોસ્પિટલ્સમાં પણ ડોક્ટર્સની અછત છે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ડોક્ટર્સની અછતની સમસ્યાનું સમાધાન થશે.


Download Our B K News Today App



Related News