યુનિવર્સિટી અને કોલેજોમાં પુરુષ શિક્ષક 57.8 ટકા અને મહિલા ટીચર માત્ર 42 ટકા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 13:14:17
  • Views : 422
  • Modified Date : 2019-09-25 13:14:17

હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં પુરુષોની તુલનામાં મહિલા ટીચર ઓછી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વ્રારા જારી કરાયેલા આંકડા મુજબ બિહારમાં સૌથી ઓછી મહિલા ટીચર છે. ઓલ ઇન્ડિયા સરવે ઓફ હાયર એજ્યુકેશન મુજબ યુનિવર્સિટીઝ અને કોલેજોના નોન -ટીચિંગ સ્ટાફમાં પણ મહિલાઓની સરખામણીમાં પુરુષો વધુ છે. દેશભરમાં ટીચરોની કુલ સંખ્યા 14,16,299 છે. જેમાંથી આશરે 57.8 ટકા પુરુષ અને 42.2 ટકા મહિલા શિક્ષક છે. સૌથી ઓછું લિંગાનુપાત બિહારમાં નોંધાયું. જ્યાં 78.97 ટકા પુરુષ અને માત્ર 21.03 ટકા મહિલા છે.દેશમાં દર 100 પુરુષ ટીચરમાં માત્ર 73 મહિલા ટીચર રિપોર્ટ મુજબ ઓલ ઇન્ડિયા લેવલે દર 100 પુરુષ શિક્ષક સામે માત્ર 73 મહિલા ટીચર છે. મુસ્લિમોમાં 100 પુરુષ સામે 57 મહિલા ટીચર છે, જ્યારે અન્ય લઘુમતીઓમાં દર 100 પુરુષ સામે 151 મહિલા છે. જોકે પીડબ્લ્યુડી શ્રેણી સંબંધિત ટીચરોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે. ત્યાં 100 પુરુષની સામે 37 મહિલા છે.ટેક્નિકલ સંસ્થાનોમાં 100 પુરુષ સામે 47 મહિલા ટીચર નર્સિંગ એક માત્ર એવો કોર્સ છે જ્યાં પુરુષોની તુલનામાં મહિલા ટીચરની સંખ્યા સૌથી વધુ છે. નર્સિંગમાં દર 100 પુરુષો સામે 330 મહિલા ટીચર છે. અનેક પ્રકારના સ્ટેન્ડ અલોન ઇન્સ્ટિટ્યૂટ માટે દર 100 પુરુષો સામે મહિલાઓની સંખ્યા બહુ અલગ છે. જેમ કે ટેક્નિકલ સંસ્થાનોમાં દર 100 પુરુષોએ 47 મહિલા ટીચર છે.બિહાર 84 ટકા પુરુષ શિક્ષકોની સાથે પ્રથમ સ્થાને સરવે મુજબ 12,14,302 નોન ટીચિંગ પોઝિશનમાં 67.11 ટકા પુરુષ અને 32.89 ટકા મહિલા કર્મચારી છે. બિહારમાં પુરુષ કર્મચારીઓની ભાગીદારી સૌથી વધુ 84.6 ટકા અને મહિલાઓ 15.40 ટકા છે. યુપીમાં 78.5 ટકા પુરુષ અને 21.5 ટકા મહિલા કર્મી છે. બંગાળ 77.33 ટકા પુરુષ અને 22.67 ટકા મહિલા કર્મચારીઓ સાથે ત્રીજા સ્થાને છે.યુપીમાં એડમિશન લેવાના મામલે છોકરીઓ આગળ યુપી અને કર્ણાટકમાં છોકરા કરતાં વધુ છોકરીઓએ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો. 2018-19 દરમિયાન યુપીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં છોકરાની તુલનાએ 90,000 વધુ છોકરીઓને પ્રવેશ મેળવ્યો છે. બંને રાજ્યોમાં 18-23 એજ ગ્રૂપમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં એડમિશન લેનારા છોકરાઓની સંખ્યા ઓછી રહી. છોકરીઓની સંખ્યા છોકરાં કરતાં 90,000 વધુ છે.આ રાજ્યોમાં સૌથી ઓછી મહિલા ટીચર

રાજ્યકુલમહિલાપુરુષ
બિહાર26450556220888
ઝારખંડ1236637398627
ઉત્તરપ્રદેશ1418394584895991

આ રાજ્યોમાં મહિલા ટીચરો વધુ​​​​​​​

રાજ્યકુલમહિલાપુરષ
કેરળ592363629122945
પંજાબ515753070420871
હરિયાણા356771861617061
ચંદીગઢ353220791453
મેઘાલય331218501462
નાગાલેન્ડ237913121067
દિલ્હી20647112989349
ગોવા341818591559
Education

Download Our B K News Today App



Related News