ઉદ્ધવ ઠાકરે પોતાના પરિવાર સાથે અયોધ્યામાં રામલલા અને હનુમાનગઢીના દર્શન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 10:15:16
  • Views : 346
  • Modified Date : 2020-03-07 10:15:16

મહારાષ્ટ્ર સરકારના 100 દિવસ પૂરા થવા નિમિતે  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શનિવારે પોતાના પરિવાર સાથે રામનગરી અયોધ્યા આવી રામ જન્મભૂમિ અને હનુમાનગઢીના દર્શન કરશે. આમ ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCPના સમર્થનથી સરકારની રચના કરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.તેઓ અયોધ્યાની ત્રીજી વખત મુલાકાત લઈ રહ્યા છે. લોકસભા ચુંટણી અગાઉ અને બાદમાં ઉદ્ધવે અયોધ્યા પ્રવાસ કરી રામલલાના દર્શન કર્યા હતા.તેઓ સરયુ આરતી અને જનસભાનો કાર્યક્રમ હતો પણ કોરોના વાઈરસને લઈ ગૃહમંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી બાદ ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.આમ મુખ્યમંત્રી ઠાકરે શનિવારે બપોરે ખાસ વિમાનથી પરિવાર સાથે લખનઉ સ્થિત ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ સડક માર્ગે અયોધ્યા જશે.તેમનો કાફલો અયોધ્યાના દેવકાલીમાં હોટલ પંચશીલ પહોંચશે.ત્યારબાદ હોટલથી રામલલાના દર્શન કરવા માટે જશે.જ્યાં ઉદ્ધવ ઠાકરેનો બે કલાકનો કાર્યક્રમ રહેશે.રામલલાના દર્શન બાદ તેઓ પરિવાર સાથે લખનઉ જવા રવાના થશે.બાદમાં તેઓ મુંબઈ જવા નિકળી જશે. આ દરમિયાન વિશેષ ટ્રેન મારફતે આશરે અઢી હજાર શિવસૈનિક મુંબઈથી અયોધ્યા ખાતે પહોંચશે.આમ આ અગાઉ પણ વર્ષ 2018માં લોકસભા ચૂંટણી અગાઉ અને બાદમાં જૂન 2019માં ઉદ્ધવ ઠાકરે પાર્ટીના સાંસદો સાથે અયોધ્યા ગયા હતા.તે સમયે મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લાની માટી પણ તેમની સાથે લઈ ગયા હતા.જે શિવનેરી છત્રપતિ શિવાજી મહારાજનું જન્મસ્થળ છે.અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ઉદ્ધવે પ્રેસ કોન્ફરન્સમાં કરતાં કહ્યું હતું કે તે  અયોધ્યા એ એવી શક્તિ છે જેનો હું અહેસાસ કરવા માંગુ છું. તે માટે હુ વારંવાર ત્યાં જઈશ.

Download Our B K News Today App



Related News