શિવાજી પાર્કમાં દશેરા રેલી માટે ઉદ્ધવ ઠાકરેને મંજૂરી મળી

  • Published By :
  • Published Date : 2022-09-23 17:48:00
  • Views : 253
  • Modified Date : 2022-09-23 17:48:00

કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં 2 થી 6 ઓક્ટોબર સુધી રેલી યોજવાની મંજૂરી આપવી જોઈએ.મુંબઈ હાઈકોર્ટે મુંબઈના શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવાની શિંદે સમૂહની અરજીને ફગાવી છે અને ઉદ્ધવ ઠાકરે જૂથને મંજૂરી આપી દીધી છે. આ ઉદ્ધવની એક નાની પરંતુ મજબૂત નૈતિક જીત ગણાશે.શિવસેનાની સ્થાપના 1966માં થઈ હતી અને ત્યારથી દશેરા રેલી તેમનું સૌથી મોટું આયોજન રહ્યું છે. દર વર્ષે આયોજિત આ રેલીમાં સમગ્ર મહારાષ્ટ્રમાંથી શિવસૈનિકો એકત્રિત થાય છે.

Download Our B K News Today App



Related News