સેંસેક્સ ૭૦ પોઇન્ટ સુધરીને ૪૦૩૫૭ની ઉંચી સપાટીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 12:22:06
  • Views : 445
  • Modified Date : 2019-11-16 12:22:06

ઇક્વટી માર્કેટમાં આજે એક્શન પેટ દિવસે નજીવો
સુધારો રહ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં શરૂઆતી કારોબારમાં અફડાતફડી રહી હતી. વોડાફાન અને આઇડિયા અને ભારતી એરટેલના શેરમાં આંશિક સુધારો થયો હતો. એવી આશા રાખવામાં આવી રહી છે કે, સરકાર દ્વારા મંદીનો સામનો કરી રહેલા આ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકવા મદદ કરવામાં આવી શકે છે. વોડાફોન
આઈડિયા અને ભારતી એરટેલને નુકસાનનો આંકડો
સંયુક્તરીતે ૭૪૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. આ લોકોએ ઓપરેટ કરવાની ક્ષમતા ઘટી ગઇ હોવાની ચેતવણી પણ આપી છે. દેશમાંથી રાહતને લઇને તેમના નફા આધારિત રહેશે. પીએસયુ બેંકના શેરમાં પણ તેજી રહી હતી. એસ્સાર સ્ટીલ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ વેપાર વિવાદનો ઉકેલ આવી ગયો છે. બંને દેશો પ્રાથમિક વેપાર પેકેજ ઉપર હસ્તાક્ષર કરી શકે છે. આજે કારોબારના અંતે ેસેંસેક્સ ૭૦ પોઇન્ટ ઉછળીને ૪૦૩૫૭ની સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સ એક વખતે ૪૦૬૫૦ની ઉંચી અને ૪૦૩૦૮ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ૮.૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. હિરો મોટોના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં તેજી લાવવામાં એસબીઆઈ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને
સનફાર્માના શેરે મોટી ભૂમિકા ભજવી હતી. આઈટીસી, ટીસીએસ અને મારુતિના શેરમાં ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૯૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૭૭૩ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૨૬ રહી હતી. એનએસઈમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૩ પોઇન્ટ ઉછળીને ૧૧૮૯૫ની સપાટીએ રહ્યો હતો.

Download Our B K News Today App



Related News