બે અમેરિકન સહિત ત્રણ વૈજ્ઞાનિકોને મેડિકલમાં નોબેલ પુરસ્કાર, તેમની શોધથી અનીમિઆ-કેન્સરની સારવારમાં મદદ મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 16:31:10
  • Views : 405
  • Modified Date : 2019-10-07 16:31:10

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 2019 માટેના નોબલ પુરસ્કારની જાહેરાત સોમવારે કરવામાં આવી છે. આ વખતે મેડિકલનો નોબલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી.કેલિન જૂનિયર અને ગ્રેગ અલ સેમેન્જા, બ્રિટનના સર પીટર જે. રેટક્લિકને આપવામાં આવ્યો છે. મંગળવારે ભૌતિક અને બાદમાં 14 ઓક્ટોબર સુધીમાં કુલ છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરશે. પુરસ્કારની જાહેરાત કરતા જ્યૂરીએ કહ્યું કે આ વૈજ્ઞાનિકો એ સ્થાપિત કર્યું છે ઓક્સિજનનું સ્તર કઈ રીતે આપણા સેલલ્યુલર મેટાબોલિઝમ અને શારીરીક ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોએ કરેલી શોધે એનીમિયા, કેન્સર અને અન્ય બીમારીઓની વિરુદ્ધની લડાઈમાં નવી રણનીતી બનાવવાનો રસ્તો સાફ કર્યો છે.સ્વીડિશ એકેડેમી 2018 અને 2019 બંને વર્ષો માટે સાહિત્ય નોબલ પુરસ્કારની જાહેરાત કરશે. ગત વર્ષે વધતા યૌન ઉત્પીડનના મામલાઓના કારણે 2018માં સાહિત્ય નોબલની જાહેરાત એકેડેમીએ મુલત્વી રાખી હતી.મેડિસિનના નોબલ પુરસ્કાર સાથે જોડાયેલા તથ્ય 1901થી 2018ની વચ્ચે ચિકત્સાના ક્ષેત્રમાં 109 નોબલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા, 216 લોકોને આ પ્રદાન કરવામાં આવ્યા.મેડિસિનના ક્ષેત્રમાં 12 મહિલાઓને નોબેલ આપવામાં આવ્યો છે.ફ્રેડરિક જી. બેટિંગ(32) મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર સૌથી યુવા, તેમને ઈન્સુલિનની શોધ માટે 1923માં આ પુરસ્કાર મળ્યો.પેટોન રાઉલ(87) સૌથી વધુ ઉંમરના નોબલ પુરસ્કાર વિજેતા છે, તેમને ટ્યુમર ઈન્ડયુસિંગ વાયરલની શોધ માટે 1966માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મેડિસિનમાં સૌથી વધુ નોબલ પુરસ્કાર જીતનાર 10 દેશ

દેશસંખ્યા
અમેરિકા98
બ્રિટન29
જર્મની17
ફ્રાન્સ11
સ્વીડન8
ઓસ્ટ્રેલિયા7
સ્વિત્ઝરલેન્ડ7
ઓસ્ટ્રેલિયા7
ડેનમાર્ક5
ઈટલી5

Download Our B K News Today App



Related News