કાશ્મીરના બિજબેહરામાં BJP નેતા શાહનવાઝ હુસૈનની રેલી પહેલાં ગ્રેનેડ હુમલો, CRPF જવાન ઘાયલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 14:44:42
  • Views : 346
  • Modified Date : 2020-12-17 14:44:42

    જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં ગુરુવારે બપોરે આંતકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. તેમાં એક CRPF જવાન ઘાયલ થયા છે. જે વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે તેનાથી થોડા અંતરે જ શાહનવાઝ હુસૈનની રેલી થવાની હતી. હાલ આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે અહીં સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. પૂર્વ સીએમ અને પીડીપી ચેરમેન મહેબૂબા મુફ્તી બિજબેહરામાં જ રહે ચે. જમ્મુ-કાશ્મીર લોકલ બોડી ઈલેક્શનની ચૂંટણી ચાલી રહી છે. હુસૈન આ મુદ્દે જ અહીં રેલી કરવાના હતા.અનંતનાગ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એન્કાઉન્ટર પણ થયું હતું. આ એન્કાઉન્ટર ગુંદ બાબા ખલીલ વિસ્તારમાં થયું હતું. આ દરમિયાન આતંકી ઘાયલ થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘાયલ આતંકીનો સંબંધ હિજબુલ મુઝાહિદ્દીન સાથે છે.


Download Our B K News Today App



Related News