પાંચ લાખના ગાંજા સાથે બે ડ્રગ પેડલર્સની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-17 13:41:18
  • Views : 246
  • Modified Date : 2022-12-17 13:41:18

મધ્યપ્રદેશમાં એક કારમાંથી પાંચ લાખની કિંમતનો ગેરકાયદે ગાંજો મળી આવતા મુરેના જિલ્લા પોલીસે બે તસ્કરોની ધરપકડ કરી છે.
નૂરાબાદ પોલીસ સ્ટેશને ગઈ કાલે ચેકિંગ દરમિયાન આગરા-મુંબઈ નેશનલ હાઈવે પર એક ધાબા પાસે કારને અટકાવી તલાશી લેતાં તેમાંથી પાંચ લાખની કિંમતનો ૩૭ કિલો ગેરકાયદે ગાંજો મળી આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ આજે અહીં જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી બે ગાંજા તસ્કરોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કન્સાઈનમેન્ટ વિશાખાપટ્ટનમથી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ લઈ જવામાં આવી રહ્યું હતું. ઝડપાયેલા ગાંજાના તસ્કરોની પોલીસ પૂછપરછ કરી રહી છે.

Download Our B K News Today App



Related News