વધુ એક ફરિયાદ મળશે તો અકાઉન્ડ સસ્પેન્ડ થઇ જશે, વિકાસ ગુપ્તાએ કહ્યું, ‘આવું કેમ? મને ખબર પડતી નથી’.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 15:05:51
  • Views : 279
  • Modified Date : 2020-12-19 15:05:51

    ગયા અઠવાડિયે ‘બિગ બોસ 14’માંથી એવિક્ટ થયેલા વિકાસ ગુપ્તાને ટ્વિટરે અકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ચેતવણી આપી છે. વિકાસની વધુ એક ફરિયાદ આવશે તો તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે. વિકાસે દાવો કર્યો છે કે, મારા ટ્વિટર અકાઉન્ટ પર અટેક કરવામાં આવ્યો છે. શુક્રવારે ટ્વિટર તરફથી મળેલા ઈ-મેલ અને તેના રિપોર્ટના સ્ક્રીનશોટ શેર કર્યા છે.સ્ક્રીનશોટ શેર કરી વિકાસે કહ્યું, એક વર્ષ પહેલાં મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પછી હવે ટ્વિટર પર અટેક કરવામાં આવ્યો છે. મને ટ્વિટર તરફથી નોટિસ મળી છે. તેમાં લખ્યું છે કે જો મારા અકાઉન્ટ

    વિકાસને સોમવારના એપિસોડમાં રુલ તોડવા પર બિગ બોસ 14માંથી એવિક્ટ કરવામાં આવ્યો હતો. વિકાસે અર્શી ખાનને ધક્કો મારી સ્વિમિંગ પૂલમાં પાડી હતી. આ કારણે તેને ઘરમાંથી બહાર જવું પડ્યું. એ પછી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું, ‘મેં ભૂલ કરી અને તેની જ સજા મળી.’વિરુદ્ધ વધુ એક ફરિયાદ મળશે તો મારું અકાઉન્ટ @lostboy54 સસ્પેન્ડ કરવામાં આવશે. નવાઈની વાત તો એ છે કે જે ટ્વીટને રિપોર્ટ કરવામાં આવ્યું છે તે 2019માં કર્યું હતું. મને ખબર નથી પડતી કે આવું કેમ?આની પહેલાં ટ્વિટરે ઓક્ટોબર મહિનામાં વિકાસનું અકાઉન્ટ રિસ્ટ્રીક્ટ કર્યું હતું. ત્યારે પણ વિકાસે સ્ક્રીન શોટ શેર કરીને કહ્યું, પ્રિય ટ્વિટર મારા ફોલોઅર્સે જણાવ્યું કે મારું અકાઉન્ટ અસ્થાયી રૂપે પ્રતિબંધિત છે. લોગ ઇન માટે માટે સાબિત કરવું પડશે કે આ ફેક તો નથી ને! મારા 359kથી વધારે ફોલોઅર્સ છે. તમે આ સમજો છો તો પછી કેમ આવું? મેં સુશાંત માટે ન્યાયની માગ કરી તે માટે આ બધું થયું?

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121