ટીવી સેલેબ્સે 34 વર્ષીય દિવ્યા ભટનાગરને શ્રદ્ધાંજલિ પાઠવી, કહ્યું- 'બહુ જલદી જતી રહી'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 14:22:41
  • Views : 427
  • Modified Date : 2020-12-07 14:22:41

    34 વર્ષીય ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાને કારણે સાત ડિસેમ્બરે વહેલી સવારે મોત થયું હતું. દિવ્યાના અવસાનથી ટીવી સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. સેલેબ્સે સોશિયલ મીડિયામાં દિવ્યા સાથેની યાદો શૅર કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી. દિવ્યાને 26 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્યાને ન્યૂમોનિયા અને કોવિડ 19 હતો. ગોપીબહુ તરીકે લોકપ્રિય થનાર ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ સોશિયલ મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને દિવ્યાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.દેવોલિનાએ સોશિયલ મીડિયામાં દિવ્યા સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે બસ તું જ હંમેશાં સાથે રહેતી. દિવુ તું તો મારી પોતાની હતી, જેને હું ધમકાવી શકતી, નારાજ થઈ શકતી, મનની વાત કહી શકતી...મને ખ્યાલ છે કે તારા માટે જીવન બહુ જ મુશ્કેલ બની ગયું હતું. અસહનીય દર્દ....પરંતુ આજે મને ખ્યાલ છે કે તું કોઈ સારીએ જગ્યાએ હોઈશ. જ્યાં કોઈ જ આંસુ, નિરાશા, વિશ્વાસઘાત, ખોટી વાતો નહીં હોય. દિવુ તારી બહુ જ યાદ આવશે, તને ખબર હતી કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તારી કેટલી સંભાળ લઉં છું. તું મોટી હતી પરંતુ એકદમ બાળક જેવી હતી. તારી આત્માને શાંતિ મળે. જ્યાં પણ હોય ત્યાં બસ ખુશ રહે. તારી હંમેશાં યાદ આવશે. બહુ જ બધો પ્રેમ. બહુ જલદી જતી રહી...ઓમ શાંતિ'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121