લખનૌમાં ટ્રોલી પલટી, કુલ્લુમાં પ્રવાસી ભરેલી બસ ખીણમાં ખાબકી, કુલ 11 લોકોના મોત

  • Published By :
  • Published Date : 2022-09-26 16:24:12
  • Views : 253
  • Modified Date : 2022-09-26 16:24:12

રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે. ઈટાંજાના કુમ્હરાવન રોડ પર ગદ્દીનપુરવા નજીક તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર યાત્રાળુઓના મોત થયા હતા જ્યારે 41 ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સીતાપુરના અટરિયા, ટીકૌલી ગામથી ટ્રેક્ટર ટ્રોલી પર સવાર થઈને ગ્રામજનો ઈંટૌજા સ્થિત ઉનાઈ દેવી મંદિર જઈ રહ્યા હતા. સીતાપુર હાઈવે- અને કુમ્હરાવા રોડ પર ગદ્દીનપુરવા પાસે ટ્રક પાછળથી અથડાઈ હતી. ટ્રેક્ટર ટ્રોલીમાં 45 જેટલા લોકો સવાર હતા. 34 લોકોને સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે. બાકીનાને નાની મોટી ઈજાઓ થઈ છે. તેમાંથી ચારના મોત થયા છે. ડીએમ સૂર્યપાલ સિંહ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બંજાર ઘાટીના ઘિયાગી વિસ્તારમાં NH-305 પર ગઈકાલે મોડી રાતે એક ભયાનક અકસ્માત થયો હતો. પ્રવાસીઓથી ભરેલું વાહન ઊંડી ખીણ પડી જતા  સાત લોકોનાં મોત થયાં હતાં અને 10 લોકો ઘાયલ થયાં હતાં. 5 ઘાયલોને કુલ્લુની ઝોનલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જેમાંથી 5ની સારવાર બંજરની હોસ્પિટલમાં ચાલી રહી છે. IIT વારાણસીના વિદ્યાર્થીઓ સહિત કુલ 17 પ્રવાસીઓ દિલ્હીથી કુલ્લુની મુલાકાતે આવ્યા હતા. રવિવારે તેઓ જાલોરી જોતની મુલાકાતે ગયા હતા. રાત્રે બંજાર તરફ પાછા આવી રહ્યા હતા, ત્યારે ઘ્યાગી વળાંક પાસે અનલોડિંગમાં બ્રેક ન લાગતાં વાહન ઉંડી ખાડીમાં પડ્યું. જેમાં 7 જેટલા પ્રવાસીઓના મૃત્યુ થયાં હતા. 

Download Our B K News Today App



Related News