મુંબઇની લાઇફલાઇન સમાન ટ્રેન સેવામાં પણ ભારે નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 06:11:36
  • Views : 552
  • Modified Date : 2019-04-19 06:11:36

નવી દિલ્હી દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવા પણ નુકસાનમાં ચાલી રહી હોવાના હેવાલ ફરી એકવાર સપાટી પર આવ્યા છે. તમામ લોકલ ટ્રેન મુંબઇમાં હમેંશા હાઉસફુલ દેખાય છે છતાં તેમાં નુકસાનની સ્થતિ છે.  બજેટમાં ઉપનગરીય મુંબઇ રેલ નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત થોડાક સમય પહેલાં કરવામાં આવી હતી. છેલ્લાં ચાર વર્ષના ગાળામાં જ મુંબઇમાં લોકલ ટ્રેન ચલાવવા પાછળ ૪૦૦૦ કરોડથી વધારેનુ નુકસાન થયુ છે. વર્ષ ૨૦૧૪-૨૦૧૭ બાદથી રેલવેને મુંબઇમાં ઉપનગરીય રેલવે નેટવર્કને ચલાવવા પાછળ ૪૨૮૦.૫૦ કરોડનુ જંગી નુકસાન થયુ છે. મુંબઇના મેટ્રોપોલિટન વિસ્તારોમાં લોકલ ટ્રેન સર્વિસ ચલાવવા પાછળ જંગી નુકસાન થઇ રહ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ ભારે નુકસાન થઇ ગયુ છે. એકબાજુ કુલ કમાણી ૫૨૦૬.૧૬ કરોડની થઇ છે. બીજી બાજુ ખર્ચનો આંકડો ૯૪૮૬.૬૬ કરોડનો રહ્યો છે. આ રીતે નુકસાનનો આંકડો ૪૨૮૦.૫૦ કરોડનો રહ્યો છે. બજેટમાં જંગી ફાળવણી કરવામાં આવી હોવા છતાં વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બજેટ ૨૦૧૮માં નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મુંબઇ ઉપનગરીય રેલવે નેટવર્કના વિસ્તૃરણની જાહેરકાત કરી હતી. ૧૧૦૦૦ કરોડના જંગી ખર્ચથી નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઇ લોકલ ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. આવી સ્થતીમાં નુકસાનના આંકડાને લઇને ભારે ચર્ચા છે. કારણ કે આવક તો જંગી પ્રમાણમાં મળેછેનુકસાનને દુર કરવા પ્રયાસો જારી છે.


Download Our B K News Today App



Related News