આજે SRH v/s RCB:હેડ ટુ હેડમાં હૈદરાબાદનું પલડું ભારે, વિરાટ કોહલીના ફોર્મ પર ફેન્સની નજર; પ્લેઓફ રેસ માટે મેચ મહત્ત્વપૂર્ણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 12:58:34
  • Views : 278
  • Modified Date : 2022-05-08 12:58:34

 

રવિવારે ડબલ હેડરની પહેલી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.

SRH વિશે વાત કરીએ તો, તેઓએ 10 મેચ રમી છે અને 5 મેચ જીતી છે. તેનો નેટ રન રેટ +0.325 છે.

RCBએ 11 મેચ રમી છે, જેમાં તે 6 વખત મેચ જીતી છે. બેંગ્લોરનો નેટ રન રેટ -0.444 છે.

ઉમરાને ગતિની સાથે લાઇન-લેન્થ સુધારવી પડશે
સિઝનની શરૂઆતની બે મેચો ગુમાવ્યા બાદ, SRHએ સતત પાંચ મેચ જીતીને કમબેક કર્યું હતું. ટીમના બેટર અને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારપછી સ્થિતિ બદલાઈ અને હવે હૈદરાબાદ સતત ત્રણ મેચ હારી ગયું છે. ઉમરાન મલિક તેની ગતિથી નવા રેકોર્ડ ચોક્કસ બનાવી રહ્યો છે પરંતુ તેણે છેલ્લી બે મેચમાં 8 ઓવરમાં 100 રન આપ્યા છે.

ગતિ એ ખૂબ જ સારી વસ્તુ છે પરંતુ જો લાઇન-લેન્થ નિયંત્રણમાં ન હોય, તો તેની ઓવરમાં મોટાભાગે ચોગ્ગા છગ્ગા વાગી શકે છે. સનરાઇઝર્સને પોતાની ધારદાર બોલિંગના જોરે મેચ જીતાડનારા ઉમરાનને હવે વિરોધી બેટરને આઉટ કરવાની સાથે પોતાની લાઈન એન્ડ લેન્થ પર પણ કામ કરવું પડશે.

આ મુદ્દે હૈદરાબાદના બોલિંગ કોચે ઉમરાન સાથે વાત કરવી જોઈએ અને તેને પેસની સાથે વિકેટની સંખ્યા વધારવાની રણનીતિ જણાવવી જોઈએ.

વિરાટ પર બધાની નજર
વિરાટ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સામે જીત નોંધાવ્યા બાદ ધોનીની ટીમને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી હતી. આ સાથે તેણે પોતાની હારની સ્ટ્રીક પણ તોડી નાખી છે. જોકે વિરાટ હજુ સુધી સંપૂર્ણ રીતે ફોર્મમાં પાછો ફર્યો નથી, પરંતુ તે ક્રિઝમાં સમય વિતાવીને સારી લયમાં રમતો જણાય રહ્યો છે.

કેપ્ટન ફાફ પ્લેસિસનું પ્રદર્શન ચિંતાનો વિષય
દરેક સિઝનમાં ઓરેન્જ કેપની રેસમાં આગળ રહેનારા ફાફ ડુપ્લેસિસ આ વખતે પોતાની લયમાં જોવા મળી રહ્યો નથી. તેના પ્રદર્શન પર કેપ્ટનશિપની અસર પણ જોવા મળી રહી છે. તો બીજી બાજુ કેટલીક મેચોની નિષ્ફળતા બાદ દિનેશ કાર્તિકે ફરી એકવાર સિક્સરોનો વરસાદ શરૂ કરી દીધો છે. જો બેંગ્લોરે પ્લેઓફની રેસમાં મજબૂત રહેવું હોય તો સમગ્ર ટીમે એક યુનિટ તરીકે પ્રદર્શન કરવું પડશે.

 

Download Our B K News Today App



Related News