આજે મેડિકલ ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત, કાલે ભૌતીક માટે એવોર્ડ આપવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 14:19:47
  • Views : 407
  • Modified Date : 2019-10-07 14:19:47

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 2019 માટે નોબલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થશે. આજે મેડિકલ ક્ષેત્રમાં પુરસ્કાર વિજેતાની જાહેરાત કરવામાં આવશે. બાદમાં 14 ઓક્ટોબર સુધીમાં છ ક્ષેત્રોમાં વિજેતાઓના નામની જાહેરાત થશે. સ્વીડિશ એકેડેમી 2018 અને 2019 બંને વર્ષો માટે સાહિત્ય નોબલ પુરસ્કારની જાહેરાત કરશે. ગત વર્ષે વધતા યૌન ઉત્પીડનના મામલાઓના કારણે 2018માં સાહિત્ય નોબલની જાહેરાત એકેડેમીએ મુલત્વી રાખી હતી.મેડિસિનના નોબલ પુરસ્કાર સાથે જોડાયેલા તથ્ય 1901થી 2018ની વચ્ચે ચિકત્સાના ક્ષેત્રમાં 109 નોબલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા, 216 લોકોને આ પ્રદાન કરવામાં આવ્યા.મેડિસિનના ક્ષેત્રમાં 12 મહિલાઓને નોબેલ આપવામાં આવ્યો છે.ફ્રેડરિક જી. બેટિંગ(32) મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર સૌથી યુવા, તેમને ઈન્સુલિનની શોધ માટે 1923માં આ પુરસ્કાર મળ્યો.પેટોન રાઉલ(87) સૌથી વધુ ઉંમરના નોબલ પુરસ્કાર વિજેતા છે, તેમને ટ્યુમર ઈન્ડયુસિંગ વાયરલની શોધ માટે 1966માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.મેડિસિનમાં સૌથી વધુ નોબલ પુરસ્કાર જીતનાર 10 દેશ

દેશસંખ્યા
અમેરિકા98
બ્રિટન29
જર્મની17
ફ્રાન્સ11
સ્વીડન8
ઓસ્ટ્રેલિયા7
સ્વિત્ઝરલેન્ડ7
ઓસ્ટ્રેલિયા7
ડેનમાર્ક5
ઈટલી5

નોબલ પુરસ્કારના જાહેરાતના કાર્યક્રમ

ક્ષેત્રસમય
મેડિસિનસોમવાર,7 ઓક્ટોબર
ભૈતિકમંગળવાર,8 ઓક્ટોબર
રસાયણશાસ્ત્રબુધવાર,9 ઓક્ટોબર
સાહિત્યગુરુવાર,10 ઓક્ટોબર
શાંતિશુક્રવાર,11 ઓક્ટોબર
અર્થશાસ્ત્રસોમવાર,14 ઓક્ટોબર

શાંતિ માટે ગ્રેટ થન્બર્ગ પ્રબળ દાવેદાર. આ વર્ષે શાંતિ પુરસ્કાર માટે નોર્વેજિયન નોબેલ સમિતિને 301 નોમિનેશન મળ્યા હતા, જે 1901માં પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યા બાદ સૌથી મોટી સંખ્યા છે. આ વખતે 16 વર્ષીય સ્વીડિશ ક્લામેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થન્બર્ગને આ પુરસ્કાર માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. તેમણે ક્લામેટને બચાવવા માટે એક વૈશ્વિક આંદોલનને પ્રેરિત કર્યું હતું. જો તેમને નોબાલ આપવામાં આવે છે તો તે નોબલ પુરસ્કાર મેળવનાર સૌથી ઓછી ઉંમરના વિજેતા હશે. અગાઉ, તાજેતરમાં જ તેમને વૈકલ્પિક નોબલ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.નોબલ પુરસ્કારમાં શું મળે છે?નોબલ પુરસ્કારમાં દરેક વિજેતાઓને લગભગ સાડા ચાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. તેની સાથે જ 23 કેરેટ સોનાથી બનેલું 200 ગ્રામનું પદક અને પ્રશંસા પત્ર પણ આપવામાં આવે છે. પદકની એક તરફ નોબેલ પુરસ્કારના જનક અલ્ફ્રેડ નોબલનો ફોટો, તેમના જન્મ તથા મૃત્યુની તારીખ લખેલી હોય છે. પદકની બીજી તરફ યૂનાની દેવી આઈસિસનું ચિત્ર, રોયલ એકેડેમી ઓફ સાયન્સ સ્ટોકહોમ તથા પુરસ્કાર મેળવનાર વ્યક્તિની માહિતી હોય છે.

Download Our B K News Today App



Related News