ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો આજે છે જન્મદિવસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 16:47:06
  • Views : 124
  • Modified Date : 2023-12-12 16:47:06

બેટ્સમેન અને શાનદાર ફિલ્ડિંગથી ધમાલ માચવ્યા બાદ યુવર સિંહ ભયાનક બિમારીની ઝપેટમાં આવ્યા હતા. ક્રિકેટર કેન્સર સામે લડ્યા બાદ ફરી એક વખત ક્રિકેટના મેદાનમાં આવ્યો હતો. આજે યુવરાજ સિંહ પોતાનો 42મો જન્મદિવસ મનાવી રહ્યા છે.2007ના ટી 20 વર્લ્ડકપમાં 6 બોલમાં સતત 6 સિક્સ ફટકારનાર યુવરાજ સિંહનું પ્રદર્શન જોઈને. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબનો કેપ્ટન બનાવ્યો હતો.ક્રિકેટ આ ખેલાડીના લોહીમાં છે કારણ કે, તેના પિતા યોગરાજ સિંહ ભારત માટે રમી ચૂક્યા છે. પરંતુ હેરાન કરનારી વાત તો એ હતી કે, યુવરાજને પહેલો પ્રેમ ક્રિકેટથી નહિ પરંતુ અન્ય રમતમાં હતો.યુવરાજના જીવનમાં એવો વળાંક આવ્યો કે, તેને ક્રિકેટની પસંદગી કરવી પડી. આ ભારત માટે ખુબ જ શાનદાર ક્રિકેટર રહી ચૂક્યો છે. ભારતે 28 વર્ષ બાદ 2011માં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં વનડે વર્લ્ડકપ જીત્યો હતો તો યુવરાજ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.યુવરાજે ભારત માટે 304 વનડે મેચ રમી છે. જેમાં 36.55ની સરેરાશથી 8701 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 14 સદી અને 52 અડધી સદી આવી છે. તો ભારત માટે આ બેટ્સમેને 58 ટી20 મેચ રમી છે. જેમાં 28.02ની સરેરાશથી 136.38ના સ્ટ્રાઈક રેટથી 1177 રન બનાવ્યા છે.ટી20માં તેના નામે 8 અડધી સદી છે. યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ રમી છે. જેમાં 33.92ની સરેરાશથી 1900 રન બનાવ્યા હતા. યુવરાજે ટેસ્ટમાં 3 સદી અને 11 અડધી સદી ફટકારી છે.

Download Our B K News Today App



Related News