આજથી ડાયમંડ માર્કેટમાં 25 દિવસનું વેકેશન, અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસોના ભાડામાં 2થી 3 ગણો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-25 13:12:08
  • Views : 360
  • Modified Date : 2019-10-25 13:12:08

શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ માર્કેટમાં કામ કરે છે. ડાયમંડ માર્કેટમાં 25 ઓક્ટોબરથી 25 દિવસ માટે વેકેેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી વતને જવા રવાના થવા માંડ્યા છે. હાલ સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં ભાડું ડબલ થઈ ગયું છે અને શુક્રવારથી વેકેશન પડતા ભાડામાં વધુ વધારો થશે તેમ ખાનગી વાહન સંચાલકોએ જણાવ્યું હતું.શહેરના મિની સૌરાષ્ટ્ર ગણાતા બાપુનગર અને નિકોલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. તેમને વતન જવા માટે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનો તેમજ એસટી નિગમની બસની સાથે ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે. ટ્રેનથી રેલવે સ્ટેશને ઉતરી તેમજ એસટી બસથી સ્ટેન્ડ પર ઉતરી તેમને વતન સુધી અન્ય વાહન દ્વારા જવું પડે છે. તેની સામે બાપુનગર અને નિકોલ વિસ્તારમાંથી ઉપડતી ખાનગી બસો તેમને વતન સુધી પહોંચાડે છે. આ સ્થિતિમાં તેઓ મોટી સંખ્યામાં ખાનગી વાહનોનો જ ઉપયોગ કરે છે.લોકોની આ મજબૂરીનો લાભ લઈ ખાનગી વાહનચાલકો સિઝનમાં બસોના ભાડા વધારી દે છે. તેમાં પણ હાલ લગભગ એકાદ સપ્તાહથી ખાનગી વાહનચાલકોએ ભાડામાં બે ગણો વધારો કરી દીધો છે અને હવે શુક્રવારથી ડાયમંડ માર્કેટમાં રજા જાહેર થતા ભાડામાં 100 રૂપિયાથી વધુનો વધારો થાય તેવી પૂરી શક્યતા છે.એક સાથે 50 ટિકિટ બુક થાય તો STની વિશેષ વ્યવસ્થા ડાયમંડ માર્કેટમાં વેકેશન પડતા મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓને વતન પહોંચાડવા એસટી નિગમે ગીતામંદિર ઉપરાંત બાપુનગર અને કૃષ્ણનગરથી પણ રેગ્યુલર બસો ઉપરાંત મોટી સંખ્યામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કર્યું છે. જો લોકો એક સાથે 50 કે તેથી વધુ ટિકિટોનું બુકિંગ કરાવે તો તેમને સોસાયટીના નાકેથી લઈ જવા અને વતન સુધી મૂકી જવાની પણ એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય શહેરોનાં ભાડાં શહેર રેગ્યુલર ભાડું વધેલું ભાડું અમરેલી 350-400 700-750, બગસરા 350-400 700-750, સાવરકુંડલા 350-400 700-800, ઉના 400-450 800-900, જૂનાગઢ 400-450 900-1000, મુંબઈ 600-700 1200-1400

Download Our B K News Today App



Related News